તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:બુધવારે ACE OF SWORDS કાર્ડ પ્રમાણે ધન જાતકોની અંદર ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો જોવા મળશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 10 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- FIVE OF SWORDS

આજે તમે મનમાં બેચેની અને ઇન્સિક્યોરિટી અનુભવ કરશો. જેના કારણે નાની વાતોને લઇને પણ તમારો કોઇ સાથે ઝઘડો થઇ શકે છે. તમારા મન વિરૂદ્ધ કોઇ નિર્ણય લઇ શકે છે જેના કારણે તમે નિરાશ થઇ શકો છો.

કરિયરઃ- સહકર્મીઓ સાથે થઇ રહેલાં ઝઘડાને વધવા દેશો નહીં.

લવઃ- મુશ્કેલ પરિસ્થિતિમાં પાર્ટનરને તમારા સાથની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં એસિડિટી અને અપચાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

---------------------------------

વૃષભઃ- NINE OF SWORDS

ઊંઘને લગતી સમસ્યાઓ વધી શકે છે. જે અંગે તમને વધારે ચિંતા થઇ રહી છે તે વિષય અંગે કોઇપણ પ્રગતિ જોઇ શકવી આજે મુશ્કેલ સાબિત થઇ શકે છે. માત્ર વિચારોમાં રહેવાના કારણે તમને નકારાત્મકતા અનુભવ થશે.

કરિયરઃ- કામને લગતાં કોન્ટ્રેક્ટના કારણે તમારા ઉપર તણાવ રહેશે.

લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે દરેક વાતને લઇને વિવાદ કે મતભેદ થવાથી નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- પીઠને લગતી તકલીફને દૂર કરવા માટે પ્રયત્ન કરવા પડશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

---------------------------------

મિથુનઃ- TWO OF PENTACLES

કરિયરને લગતી વાતોમાં દિવસની શરૂઆતમાં મુંજવણ અનુભવ થશે. પરંતુ તેને દૂર કરવી તમારા માટે શક્ય રહેશે નહીં. આર્થિક આવકને વધારવા માટે તમે ધ્યાનથી કોશિશ કરશો. તમારા દ્વારા લેવામાં આવેલો નિર્ણય તમારા માટે અને પરિવાર માટે ફાયદાકારક સાબિત થશે.

કરિયરઃ- વિદેશમાં કામ કરનાર લોકોને મોટો ફાયદો પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચેનો મતભેદ દૂર કરવા માટે નજીકના વ્યક્તિની મદદ લેવી પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડી ઉપર એલર્જી થવાની તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

---------------------------------

કર્કઃ- KING OF WANDS

આજે તમારે વર્તમાનમાં રહીને વધારેમાં વધારે વાતો તરફ ધ્યાન આપવાની કોશિશ કરવી પડશે. તમારા મનમાં ચાલી રહેલા વિચાર યોગ્ય છે કે અયોગ્ય તે નક્કી કરવું તમારા માટે હાલ મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે.

કરિયરઃ- કામને લગતી વાતોને પૂર્ણ કરવા માટે ડેડીકેશન બતાવવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોમાં તમારો રસ વધશે.

સ્વાસ્થ્યઃ- યૂરિન ઇન્ફેક્શનની તકલીફ થવાની શક્યતા છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

---------------------------------

સિંહઃ- THREE OF SWORDS

દિવસની શરૂઆતથી જ ઓછો ઉત્સાહ અનુભવ થવાના કારણે કોઇપણ મહત્ત્વપૂર્ણ કામને પૂર્ણ કરવાની યોજના આજે બનાવશો નહીં. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તમારી બેદરકારીના કારણે તમને ભાવનાત્મક તકલીફ થઇ શકે છે.

કરિયરઃ- કામન જગ્યાએ અચાનક જ મોટો ફેરફાર જોવા મળી શકે છે.

લવઃ- પાર્ટનર અને તમે તમારા સંબંધને તોડવાનો નિર્ણય લઇ શકો છો એટલે સમજીને જ આગળ વધો.

સ્વાસ્થ્યઃ- દાંતને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

---------------------------------

કન્યાઃ- THE MAGICIAN

પરિવારને લગતી જવાબદારીઓને પૂર્ણ કરવી આજે તમારા માટે શક્ય રહેશે. વ્યક્તિગત જીવન કરતાં વધારે તમારું ધ્યાન પારિવારિક જીવન ઉપર બની રહેશે. તમારા માર્ગદર્શન દ્વારા તમારાથી ઉંમરમાં નાના વ્યક્તિ સરળતાથી પ્રગતિ જોઇ શકશે.

કરિયરઃ- કામમાં મન ન લાગવાથી તમને આપેલો ટાર્ગેટ પૂર્ણ કરવો આજે મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનરની ભાવનાઓને સમજવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો સાંજે પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

---------------------------------

તુલાઃ- THREE OF PENTACLES

હળી-મળીને કરેલું કામ સફળતા આપશે એટલે મદદ માંગવાથી પાછળ હટશો નહીં. પરિવારના બધા વ્યક્તિ મળીને ઘરને લગતા નિર્ણયો આજે લઇ શકે છે. ઘરના રિનોવેશન કે ઘરમાં ફેરફાર લાવવાની કોશિશ તમારા માટે થઇ શકે છે.

કરિયરઃ- વેપારીઓને નવા વેપારમાં ફાયદો જોવા મળી શકે છે.

લવઃ- તમારા રિલેશનશિપને ઘરના લોકો દ્વારા સ્વીકાર કરવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- છાતીને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

---------------------------------

વૃશ્ચિકઃ- FOUR OF CUPS

તમે જેટલું ઊંડાણથી વિચારી રહ્યા છો હાલ પરિસ્થિતિ તેટલી ગંભીર અને તકલીફ દાયક નથી એટલે તમારા દૃષ્ટિકોણને બદલીને પરિસ્થિતિ તરફ ધ્યાન આપો. હાલ તમારે તમારા જીવનમાં ડિસિપ્લિન લાવવાન જરૂરિયાત છે.

કરિયરઃ- કામને લગતા નવા અવસર પ્રાપ્ત થવાના કારણે કામને લગતો ઉત્સાહ વધી શકે છે.

લવઃ- કોઇના દ્વારા મળેલું લવ પ્રપોઝલ સ્વીકાર કરતાં પહેલાં તે વ્યક્તિ અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

સ્વાસ્થ્યઃ- પગના દુખાવાની તકલીફ રાતે થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

---------------------------------

ધનઃ- ACE OF SWORDS

તમારી અંદર વધતો ઉત્સાહ અને આત્મવિશ્વાસ લોકોને જોવા મળશે. થોડી વાતો ખૂબ જ સીધી રીતે બોલવાના કારણે લોકોનું મન તમે દુઃખી કરી શકો છો. લગભગ સંબંધીઓ સાથે વાતચીત કરતી સમયે ધ્યાન રાખો.

કરિયરઃ- કામને લગતી વાતોમાં પ્રગતિ જોવા મળશે.

લવઃ- રિલેશનશિપને લગતો નિર્ણય માત્ર તમારા જ દ્વારા લેવાના કારણે પાર્ટનરને તકલીફ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસની સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

---------------------------------

મકરઃ- THE HIEROPHANT

પરિવારના કોઇ વ્યક્તિના લગ્નના પ્રશ્નના કારણે અશાંતિ અનુભવ થશે. તમારો દરેક નિર્ણય લેતી સમયે તમે અન્યના વિચારોને વધારે મહત્ત્વ આપો છે જેના કારણે કોઇની પણ વાતોમાં સંપૂર્ણ પ્રકારનું સુખ મેળવવું મુશ્કેલ રહેશે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણને લગતી કોશિશ તમારા દ્વારા વધારી શકાય છે.

લવઃ- લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધી રહેલાં હોર્મોનલ ઇન્બેલેન્સના કારણે નબળાઇ અનુભવ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

---------------------------------

કુંભઃ- KNIGHT OF CUPS

તમારા પ્રિય મિત્ર કે નજીકના વ્યક્તિ દ્વારા આજે તમને પોઝિટિવ વાતોની જાણ થશે. પરિવાર સાથે સંબંધ વધારે ઊંડાણપૂર્વક નિભાવવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

કરિયરઃ- કામને લઇને મળતો અવસર શરૂઆતમાં તકલીફ આપી શકે છે.

લવઃ- સંબંધની શરૂઆતમાં પાર્ટનરનો વિશ્વાસ જીતવાની ખૂબ જ જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- યૂરિન ઇન્ફેક્શન કે કિડનીને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

---------------------------------

મીનઃ- FOUR OF WANDS

આજનો દિવસ તમારા માટે સુખ આપનાર રહેશે. નવા લોકો સાથે મેલજોલ વધવાના કારણે તમને વ્યક્તિગત ફાયદો થઇ શકે છે. જૂની સમસ્યાઓનું સમાધાન પણ આજે તમને મળી શકશે.

કરિયરઃ- પાર્ટનરશિપમાં કરેલું કામ ફાયદો આપી શકે છે.

લવઃ- રિલેશનશિપને લગ્નમાં બદલવું આજે તમારા માટે સરળ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઓછી થવા લાગશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો