ટેરો રાશિફળ:ગુરુવારે FIVE OF WANDS કાર્ડ પ્રમાણે મેષ જાતકો તેમનામાં આત્મવિશ્વાસનો ઘટાડો અનુભવ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 10 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- FIVE OF WANDS

તમારા દ્વારા કરેલાં દરેક કામને આલોચના મળવાના કારણે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવ થશે. જે લોકો દ્વારા તમને આલોચના મળી રહી છે તે લોકો પ્રત્યે વધતો ગુસ્સો તમારા સંબંધ ઉપર પણ અસર કરી શકે છે. પોતીને ભાવનાત્મક રૂપથી વધારે સારા બનાવવાની કોશિશ કરો.

કરિયરઃ- કામને લગતો નિર્ણય લેવો આજે તમારા માટે મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનરનો સંપૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- લોહીને લગતી તકલીફ તમને શારીરિક અને માનસિક રૂપથી નબળા બનાવી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

---------------------------------

વૃષભઃ- THE HIEROPHANT

તમારા દ્વારા લેવામાં આવેલાં નિર્ણયને પરિવારની મંજૂરી મળી શકવી આજે મુશ્કેલ સાબિત થઇ શકે છે. તમારી પ્રગતિના કારણે પરિવારને આનંદ પણ પ્રાપ્ત થશે. પરંતુ જે પ્રકારના વિચાર તમે રાખી રહ્યા છો તેના કારણે તમારા પ્રત્યે તેમની ચિંતા પણ વધી શકે છે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં પ્રગતિ થવાના કારણે બોસની તમારી ઉપર મરજી રહેશે.

લવઃ- રિલેશનશિપને લગતી વાતોમાં આજે મનગમતી પ્રગતિ જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- વાળની સમસ્યા તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

---------------------------------

મિથુનઃ- EIGHT OF CUPS

ભૂતકાળ સાથે જોડાયેલી વાતોને સતત યાદ કરવાથી માત્ર તમને તકલીફ થઇ શકે છે. તકલીફ કેમ અને ભાવનાત્મક રૂપથી તે વાતનો શું અર્થ સામે આવી રહ્યો છે આ વાતનું અવલોકન કર્યા પછી જ તમને ભૂતકાળ સાથે જોડાયેલી વાતમાં છુટકારો મળી શકે છે.

કરિયરઃ- નવી નોકરી પ્રાપ્ત કરવું તમારા માટે સરળ રહી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા સહયોગ મળવો આજે તમારા માટે મુશ્કેલ સાબિત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- પગને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

---------------------------------

કર્કઃ- SIX OF CUPS

ઘર અને વ્યક્તિગત વાતો અંગે નિર્ણય લેવો નહીં અથવા લીધેલાં નિર્ણય ઉપર કાયમ ન રહેવું તમને પ્રગતિ કરવાથી અટકાવી શકે છે. યુવાઓને માનસિક તકલીફનો સામનો પણ કરવો પડી શકે છે. નિર્ણય લેતી સમયે કોઇપણ માર્ગદર્શન ન મળવું તમને તકલીફ આપી શકે છે.

કરિયરઃ- કરિયરને લગતી વાતોમાં નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- તમને મળી રહેલાં પ્રપોઝલ અંગે વિચાર કરીને જ નિર્ણય લેવો.

સ્વાસ્થ્યઃ- તણાવની અસર તમારા શારીરિક સ્વાસ્થ્ય ઉપર થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

---------------------------------

સિંહઃ- SIX OF SWORDS

યાત્રા સાથે જોડાયેલી યોજનાઓમાં એક સમયે ફેરફાર આવી શકે છે. યાત્રા કરતી સમેય તમારે વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. મહત્ત્વપૂર્ણ કાગળિયાને સાચવીને રાખો. જો તમે ઘરમાં ફેરફાર કરવા માંગો છો તો સમય યોગ્ય છે.

કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકોએ તણાવનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પાર્ટનરનું સ્વાસ્થ્ય તમને ચિંતા કરાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટના દુખાવાના કારણે બપોરે તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 6

---------------------------------

કન્યાઃ- KING OF CUPS

આજે તમે જરૂરિયાત કરતાં વધારે ભાવુક અનુભવ કરશો. જેની અસર તમારી નિર્ણય ક્ષમતા ઉપર પણ થઇ શકે છે. પિતા દ્વારા લીધેલાં નિર્ણયના કારણે તમારે માનસિક તકલીફનો સામનો પણ કરવો પડી શકે છે. તમારી ભાવનાઓને અન્ય દ્વારા ન સમજી શકવું તમને તકલીફ આપી શકે છે.

કરિયરઃ- કામને લગતી યાત્રા થવાની સંભાવના છે.

લવઃ- યુવાઓને રિલેશનશિપ અંગે થોડી ખાસ વાત જાણ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- પગમાં ઈજા પહોંચી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

---------------------------------

તુલાઃ- EIGHT OF WANDS

તમારા મનમાં ચાલી રહેલી યોજનાઓને પ્રગતિ તરફ જતો જોઇને તમને આનંદ પ્રાપ્ત થશે. પોતાના પ્રત્યે બદલાયેલો તમારો દૃષ્ટિકોણ તમને સારા વ્યક્તિ બનાવી શકે છે. યોગ્ય વ્યક્તિ દ્વારા માર્ગદર્શન મળવાના કારણે તમે પ્રગતિ તરફ આગળ વધશો.

કરિયરઃ- કાને લગતી વાતોમાં પ્રગતિ જોવા મળશે.

લવઃ- પાર્ટનર્સમાં પ્રેમ સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- અપચાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

---------------------------------

વૃશ્ચિકઃ- THE FOOL

મળેલી ધનરાશિનું યોગ્ય રોકાણ કેવી રીતે કરવું. આ અંગે બે-ત્રણ જાણકારો પાસેથી સલાહ લઇને જ તમારો નિર્ણય લેવો. રૂપિયાનું રોકાણ કરવાથી પૈસા કઇ રીતે વધી શકે છે. આ જ આજનો તમારો ઉદેશ્ય રહેશે.

કરિયરઃ- કામનો વિસ્તાર કરવાની કોશિશ શરૂ રહેશે.

લવઃ- નવા પરણિતા લોકો એકબીજાને સમજવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્યઃ- નખની બીમારીનો ઉકેલ મળશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9

---------------------------------

ધનઃ- THE DEVIL

જ્યારે આપણને કોઇ વાતની સંપૂર્ણ જાણકારી હોય નહીં ત્યારે આપણે તે વાત પોતાની અંદર જ રાખવી જોઇએ. એવી કોઇપણ વાત ફરીથી સામે આવી શકે છે. આજે તમારે આ વાતનો સામનો કરવો પડશે.

કરિયરઃ- મહિલાઓ કામમાં આજે માનસિક તણાવ અનુભવશે.

લવઃ- પાર્ટનરનો ભૂતકાળ આજે તમારી પરેશાની બનશે.

સ્વાસ્થ્યઃ- ડસ્ટ એલર્જી તમને બીમાર બનાવી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

---------------------------------

મકરઃ- THE STAR

કામ સાથે જોડાયેલી સમસ્યાનું સર્વેક્ષણ અને જાણકારી તમે જાતે કરીને તેને યોગ્ય પરિણામ સુધી પહોંચાડી શકો છો. આ દરમિયાન તમને તમારી નબળાઇનો અહેસાસ પણ થશે જે તમને નિરાશ કરી શકે છે.

કરિયરઃ- ટીમ લીડર કે સંસ્થાના ઉચ્ચ અધિકારી પોતાના કાર્યમાં સફળ રહેશે.

લવઃ- તમારી સમસ્યા પાર્ટનરની સમસ્યા બનાવશો નહીં.

સ્વાસ્થ્યઃ- વડીલ વ્યક્તિને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

---------------------------------

કુંભઃ- KING OF PENTACLES

કોઇ અન્ય દ્વારા કરવામાં આવેલાં બંધનમાં આજે તમે રહેશો. ઇચ્છા હોવા છતાં તમે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો નહીં. કોઇપણ વાતની અસર માનસિક સ્વાસ્થ્ય ઉપર પડશે. મદદ માંગવાથી ગભરાશો નહીં.

કરિયરઃ- કામને લઇને માનસિક રીતે અસ્વસ્થ અનુભવ કરી રહ્યા છો તો અધિકારીને તરત જાણકારી આપો.

લવઃ- પાર્ટનરનું તમારા પ્રત્યે પઝેસિવ થવું તમને તકલીફ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- ફ્રોઝન શોલ્ડર કે સાંધાનો દુખાવો પરેશાન કરશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

---------------------------------

મીનઃ- EIGHT OF SWORDS

તમારા જીવનમાં આવેલાં દુઃખ દૂર થઇ રહ્યા છે. સાથે જ, તમને મળેલાં વિશ્વાસ અને બુદ્ધિમતા દ્વારા તમે જીવનમાં સારું કરવાની કોશિશ કરશો. આજે તમારા અનેક કાર્યોને લઇને પરેશાની દૂર થઇ જશે.

કરિયરઃ- પ્રમોશનના સમાચાર જલ્દી જ મળશે.

લવઃ- પ્રેમ સંબંધમાં પ્રગતિ થશે.

સ્વાસ્થ્યઃ- ડિહાઇડ્રેશન સમસ્યા ઊભી કરી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 3