ટેરો રાશિફળ / બુધવારે વૃષભ રાશિના લોકોને રોગોથી છુટકારો મળશે, વૃશ્ચિક જાતકોને નવી તક મળશે

daily Tarot predictions of 1 July 2020, Shila M Bajaj
X
daily Tarot predictions of 1 July 2020, Shila M Bajaj

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 12:30 AM IST

બુધવાર, 1 જુલાઈના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Temperance
આજે મનમાં અસંતોષ અને નકારાત્મક વિચારોને લીધે પરેશાનીઓ આવી શકે. તેનો સૌથી સારો ઉપાય ક્રિયાશીલતા છે. જે વસ્તુમાં મન લાગતું હોય, તેનાથી તમારા દિવસની શરૂઆત કરો. રચનાત્મક વિચારોને વાસ્તવિકતામાં ઢાળવા પ્રયાસ કરો, તેનાથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને અંગત જીવનમાં પણ સંતોષ રહેશે. યાત્રાની તકો મળશે.

કરિયરઃ- ઓફિસમાં નવા વિચારોથી લાભ થશે અને ઉન્નતિની તકો મળશે. આ ઊર્જાનો લાભ ઊઠાવો.
લવઃ- સંબંધોમાં કોઈ વાતથી ચિંતિત ન થશો, પરિસ્થિતિ ઝડપથી તમારી અનુકૂળ થઈ જશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે, જૂના રોગથી છુટકારો મળી શકે.

--------------------

વૃષભઃ- Page of Swords
આજના દિવસે તમારામાં ઊર્જાની ખોટ જણાશે. લાંબા સમયમાં ચાલતી પરિસ્થિતિમાં પરિવર્તન આવશે જેના લીધે મનમાં ઉદાસી મહેસૂસ થશે. પરિવર્તન જ જીવનનો નિયમ છે. સારું કે ખરાબ કંઈ પણ સ્થાયી નથી. લોકો અને વસ્તુઓથી પોતાની જાતને વિયુક્ત કરો. આજે ઈષ્ટદેવને યાદ કરો અને તેમની પૂજા જરૂર કરો.

કરિયરઃ- ઓફિસમાં કેટલાક ફેરફાર આવી શકે જે તમારા ભલા માટે છે. કામને લગતું કંઈક નવું શીખવા પ્રયાસ કરો.
લવઃ- પ્રિયજનની સાથે તણાવ હોય અને અનેક પ્રયાસો છતાં ઉકેલાઈ ન રહ્યાં હોય તો તે સમાપનનો સંકેત હોઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- કોઈ જૂના સમયથી ચાલતા રોગોથી ઝડપથી છુટકારો મળી શકે.

--------------------

મિથુનઃ- The Moon
આજના દિવસે મનમાં દુવિધાઓ ચાલતી રહેશે. કોઈ નિર્ણયને લઈને પરેશાન ન થશો, તેના વિશે પૂરી જાણકારી મળવાની રાહ જુઓ. મનનો અવાજ સાંભળો. આજે પોતાના મૂડને સ્વિંગ ન થવા દો. આજે ભાવનાઓ વધુ રહેશે તેથી નિર્ણય લેવામાં ભૂલો થઈ શકે છે. ગુસ્સા પર કંટ્રોલ રાખવા પ્રયાસ કરો. આત્મવિશ્વાસમાં આજે ખોટ ન આવવા દો.

કરિયરઃ- ઓફિસમાં આજે ફોકસમાં ખોટ રહે. જો નોકરી સાથે જોડાયેલ કોઈ મામલામાં દુવિધા હોય તો પોતના સિનિયરની સલાહ લો. તેમની સલાહ પર કોઈ કાર્યવાહી કરો.
લવઃ- જો કોઈની માટે મનમાં ભાવનાઓ હોય તો તેને વ્યક્ત કરો. જો તમે સચ્ચાઈ રાખશો તો સંબંધોમાં મધુરતાં રહેશે.
સ્વાસ્થ્યઃ- નિયમિત વ્યાયામ કરો. અલ્ટરનેટિવ હીલિંગ, રેકી, ચક્ર થેરાપીથી લાભ થશે.

--------------------

કર્કઃ- Two of Cups
આજનો દિવસ પરેશાનીભર્યો રહેશે. ભવિષ્ય માટે આજે કોઈ યોજના ન બનાવો નહીં તો પાછળથી તેમાં ફેરફાર કરવો પડી શકે. આજે જૂની ભૂલોને લીધે પરેશાનીઓ સહન કરવી પડશે. કોઈની વાત દિલ પર ન લગાવો નહીં તો તેનાથી તમારો અહં વધી શકે છે નહીં તો નુકસાનદાયી સાબિત થઈ શકે છે. પોતાની ભૂલો સ્વીકાર કરો, તેને નકારવાને બદલે તેનાથી શીખ લો.

કરિયરઃ- પરિસ્થિતિ પ્રતિકૂળ રહી શકે છે. આજે તમે સંયમમાં રહો. તમે પરિસ્થિતિ પ્રમાણે ઢળો.
લવઃ- પ્રિયજનની સાથે કોઈ વાતે તણાવ થઈ શકે છે. આજે તમારો સ્વભાવ અડગ ન રાખો, પોતાના પ્રિયજનના દ્રષ્ટિકોણને સમજવા પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- આજે સ્ફટિક ક્રિસ્ટલ ધારણ કરવાથી લાભ થશે.

--------------------

સિંહઃ- Six of Wands
દિવસ તમારી માટે નવી તકો લઈને આવશે. આજે મનમાં એક નવી ઊર્જા બની રહેશે, તેને યોગ્ય દિશામાં લગાવો તો સફળતા મળશે. આજે તમારું કામ સમયસર કરો, આજે કોઈ પ્રકારે ટાળમટોળ ન કરો નહીં તો તે તમને ભારે પડી શકે છે. આવેલી તકો હાથમાં આવશે. વ્યવસાયમાં સારો દિવસ છે. પરંતુ સાવધાનીથી રાખવીપડશે, આર્થિક નુકસાન થઈ શકે.

કરિયરઃ- ઓફિસમાં આજનો દિવસ લાભદાયી રહેશે. જે ટેન્ડર માટે તમે પરેશાન હતા, તે તમને આજે મળી શકે.
લવઃ- લગ્નને લગતા મામલાઓમાં નિર્ણય લેવામાં ઊતાવળ ન કરો, પરંતુ તેમાં ટાળશો પણ નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આજે શરૂ કરેલ વ્યાયામ લાભદાયી રહેશે.

--------------------

કન્યાઃ- The Devil
આજે જવાબદારીઓ પ્રત્યે સચેત રહો, તેને સમર્પણથી નિભાવો, તેનાથી અટવાયેલાં કામ પૂરાં થશે, કોઈ પરેશાની હોય તો તે ઉકાલેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ, પરીક્ષામાં સારું પરિણઆમ આવે. મહેનતમાં કોઈ ખોટ નથી. તમારી જે ઈચ્છાઓ છે તે ઝડપથી પૂરી થશે.

કરિયરઃ- ધનલાભના યોગ બની રહ્યા છે. નોકરીને લીધે સ્થાન પરિવર્તન કરવું પડી શકે જે લાભદાયી રહે.
લવઃ- કુંવારા લોકો માટે આજે દિવસ શુભ છે. કોઈ સંબંધની વાત પાકી થઈ શકે. પરિવારમાં નવી વ્યક્તિનું આગમન થશે.
સ્વાસ્થ્યઃ- કોઈ રોગ સતાવતો હોય તો તેનું સમાધાન મળે, સેકન્ડ ઓપિનિયન લો.

--------------------

તુલાઃ- The High Priestess
આજનો દિવસ તમારી માટે સારો રહેશે અને ફળદાયક સાબિત થઈ શકે છે. જીવનમાં ઉન્નતિની નવી તકો મળસે. તેને અપનાવતા ખચકાશો નહીં. તમારી યોગ્યતા પર શંકા ન કરો. તમારામાં એ બધા ગુણો છે તમને સફળ બનવા જોઈએ. પોતાની પર ભરોસો કરો.

કરિયરઃ- કોઈ વડીલની સલાહથી કોઈ નવું કામ શરૂ કરો. આજે નવા વેપારની તકો મળી શકે.
લવઃ- કોઈની પર હંમેશાન નિર્ભર રહેવાથી સંબંધોમાં ક્યારેક-ક્યારેક તણાવ પેદા થઈ શકે છે. પોતાની માટે થોડો સમય કાઢો.
સ્વાસ્થ્યઃ- કોઈ રોગથી પરેશાન હોવ તો ચિંતા છો઼ડીને ડોક્ટરને મળો.

--------------------

વૃશ્ચિકઃ- Knight of Pentacles
તમને અનેક તકો મળી શકે જેનાથી તમારા જીવનમાં ઉન્નતિ થશે અને આધ્યાત્મિક રીતે તમારી વૃદ્ધિ થશે. કોઈની વાતથી તમે નારાજ હોવ તો તેને માફ કરી દો. કોઈપણ કામ કે સંબંધમાં વધુ પ્રયાસ કરવાને બદલે સમયની સાથે સંભળવા માટે છોડી દો.

કરિયરઃ- તમારી જૂની ભૂલો પર ફોકસ ન કરો નહીં તો તમારું પર્ફોર્મન્સ પર ખરાબ અસર પડશે. નોકરી મળવાની આજે સારી તક છે. રિસ્ક લેતા ગબરાશો નહીં.
લવઃ- પરિજનોની સાથે સમય વિતાવો. જૂની વાતોને યાદ કરી દુઃખી થવામાં સમય બરબાદ ન કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ જૂનો રોગ પરેશાન કરી શકે છે,.

--------------------

ધનઃ- Four of Cups
આજેનો દિવસ ઓફિસને લગતી બદલી તમારી માટે લાભદાયી રહેશે. નાની-મોટી પરેશાનીઓ આજે રહે, તેને લીધે ચિંતિત ન થસો. તેનાથી તમને નુકસાન નહીં થાય. અંગત અને વ્યવસાયી જીવનમાં આજે તાલમેળ બેસાડવામાં કેટલીક કઠણાઈઓ આવે. કોઈની સાથે નાનકડો ઝઘડો થઈ શકે, આજે ગુસ્સા પર કંટ્રોલ રાખો.

કરિયરઃ- ઓફિસમાં પરિવર્તન આવી શકે જેને લીધે તમારું સ્થાન પરિવર્તન થઈ શકે. આત્મવિશ્વાસની સાથે પગલું ભરો, સફળતા જરૂર મળશે.
લવઃ- સંબંધોમાં કોઈ નાનો-મોટો ઝઘડો થઈ શકે. ક્યારેક-ક્યારેક વાતોની અનદેખી ન કરો, શાંતિ રાખો.
સ્વાસ્થ્યઃ- કોઈ જૂનો રોગ હવે દૂર થઈ શકે.

--------------------

મકરઃ- The Hermit
થોડા સમયથી ચાલતી પરેશાનીઓનો હલ મળે. સંસાધાનો અને સહાયતા મળી રહેશે. માત્ર પોતાના અહં પર નિયંત્રણ રાખો નહીં તો તેનાથી તમને નુકસાન થઈ શકે. બધા માટે મનમાં વિનમ્રતાની ભાવના રાખો. બદલાતા સમયમાં અસંમજસને લીધે મનમાં પરેશાનીઓ રહે. પરંતુ માત્ર એક ફેઝ છે જે ઝડપથી પૂરો થઈ જશે.

કરિયરઃ- ઓફિસમાં તમારા કામની પદ્ધતિમાં ફેરફાર કરો જો લાભદાયી રહેશે.
લવઃ- પ્રેમીની સાથે શાંતિ પૂર્વક કોઈ વાત કરો. જો તમે પ્રેમની શોધમાં હોવ તો ઝડપથી તમારા જીવનમાં સોલમેટનું આગમન થશે.
સ્વાસ્થ્યઃ- મોસમને લીધે કોઈ પરેશાની થઈ શકે, ઘરેલું ઈલાજથી લાભ મેળવો.

--------------------

કુંભઃ- Four of Pentacles
સામાજિક મેળાપમાં સમય વિતશે. વ્યવસાયમાં નવી તકો મળશે. આત્મવિશ્વાસની ખોટ ન આવવા દો. વડીલની સલાહ જરૂર લો. ઉન્નતિ અને પ્રગતિના યોગ છે. આજે ઘનલાભની તકો મળે. ઓફિસમાં ફોકસની ખોટ રહેશે પરંતુ તમારી ઊર્જા વધુ સારી રહે. કોઈ એક્સપર્ટની સલાહથી ઊર્જાને યોગ્ય દિશામાં વાળો તો સારું ફળ મળશે.

કરિયરઃ- ઓફિસમાં આજે નવી તકો મળે. ઉન્નતિ અને પ્રગતિના યોગ છે. બોસ પ્રશંસા કરશે. નોકરીની શોધમાં હોવ તો આજે સફળતા જરૂર મળશે.
લવઃ- આજે કોઈ સામાજિક મેળાવડામાં નવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે આગળ ચાલીને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
સ્વાસ્થ્યઃ- કોઈ રોગથી પરેશાન હોવ તો અલ્ટરનેટિવ થેરાપીથી સારવાર લો.

--------------------

મીનઃ- The Sun
જૂના અટવાયેલાં કામ પૂરાં થશે. આજે ફળદાયક દિવસ રહેશે. કોઈ ગુરુ કે સમજદાર વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમને આવનારા સમયમાં માર્ગદર્શન આપશે. આજે બાળકોની સાથે થોડો સમય વિતાવો, તેમને ભણાવો કે તેમની સાથે તમારું જ્ઞાન અને અનુભવ શેયર કરો.

કરિયરઃ- ઓફિસમાં તમારા આઇડિયા માટે તમને સહયોગ મળશે. પૂરાં વિશ્વાસ સાથે તેની પર કામ કરો.
લવઃ- પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહે. કોઈપણ નિર્ણય કોઈ વડીલની સલાહથી લેશો તો ભવિષ્ય માટે સારું રહેશે.
સ્વાસ્થ્યઃ- આજે મેડિટેશન કે પૂજા-પાઠમાં થોડો સમય વિતાવો, સ્વાસ્થ્ય સારું રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી