તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:રવિવારે તુલા જાતકોને તેમના પરિશ્રમ અને યોગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 1 ઓગસ્ટના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Three of Cups

આજનો દિવસ તમારા માટે વિશેષ રહેશે. તમને લોકો પાસેથી થોડી પ્રતિક્રિયાઓ મળી શકે છે. થોડાં વરિષ્ઠ લોકોને તમારી કાર્યશૈલીથી કોઇ સમસ્યા રહેશે નહીં. આજે તમે થોડાં ભાવુક પણ થઇ શકો છો.

કરિયરઃ- કામ ઉપર ફોકસ રહેશે.

લવઃ- આજે તમે તમારી ભાવનાઓને નિયંત્રિત રાખો.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો થઇ શકે છે.

---------------------

વૃષભઃ- The Hermit

થોડા સમયથી ચાલતી પરેશાનીઓનો હલ મળે. સંસાધાનો અને સહાયતા મળી રહેશે. માત્ર પોતાના અહં પર નિયંત્રણ રાખો નહીં તો તેનાથી તમને નુકસાન થઈ શકે. બધા માટે મનમાં વિનમ્રતાની ભાવના રાખો. બદલાતા સમયમાં અસંમજસને લીધે મનમાં પરેશાનીઓ રહે. પરંતુ માત્ર એક ફેઝ છે જે ઝડપથી પૂરો થઈ જશે.

કરિયરઃ- ઓફિસમાં તમારા કામની પદ્ધતિમાં ફેરફાર કરો જો લાભદાયી રહેશે.

લવઃ- પ્રેમીની સાથે શાંતિ પૂર્વક કોઈ વાત કરો. જો તમે પ્રેમની શોધમાં હોવ તો ઝડપથી તમારા જીવનમાં સોલમેટનું આગમન થશે.

સ્વાસ્થ્યઃ- મોસમને લીધે કોઈ પરેશાની થઈ શકે, ઘરેલું ઈલાજથી લાભ મેળવો.

---------------------

મિથુનઃ- The Lovers

આજનો દિવસ દરેક રીતે સહયોગાત્મક અને પોઝિટિવ વાતાવરણભર્યો રહી શકે છે. લોકો તમારી માટે આગળ આવી શકે છે. કોઇને તમારી વાતો અને વિચારોથી પ્રેરણા મળી શકે છે. તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરશો.

કરિયરઃ- તમારી ટીમ તમારા કામથી પ્રેરિત રહેશે.

લવઃ- પ્રેમી આજે કોઇ રહસ્યની વાત જણાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- પગમાં ઈજા પહોંચી શકે છે.

---------------------

કર્કઃ- Wheel of Fortune

આજે કોઈ વાતથી ચિંતિત ન થશો. જો કોઈ પરેશાની હોય તો તે ઝડપથી ઉકેલાશે. કોઈ એક્સપર્ટની સલાહ લઈ ચિંતાઓ દૂર કરો. કોઈ જૂના જાણકાર સાથે મુલાકાત થાય જે તમને નવી તકોથી અવગત કરાવશે. આજે કોઈ વાતથી પરેશાનીથી ઘેરાયેલાં રહેશો. આજે ભાવનાઓ પર કંટ્રોલ રાખો.

કરિયરઃ- આજે કામમાં મન નહીં લાગે. કરિયરની પસંદગી માટે કોઈની સલાહ જરૂર લો.

લવઃ- પ્રિયજોની સાથે કોઈ વાતે તણાવ પેદા થઈ શકે. પરેશાન થવાને બદલે કોઈ લવગુરુની મદદ લઈ સમસ્યા દૂર કરો.

સ્વાસ્થ્યઃ- કોઈ રોગ ડોક્ટરને સમજાઈ ન રહ્યો હોય તો સાત શનિવાર સાત અનાજનું દાન કરો, રોગ હળવો થશે.

---------------------

સિંહઃ- Three of Swords

આજનો દિવસ તમારા માટે લોકોની મદદથી આગળ વધવાનો છે. પોતાના બળે જો તમે આજે આગળ વધવાનું વિચારી રહ્યા છો તો સમય તમારા માટે મુશ્કેલીભર્યો સાબિત થઇ શકે છે.

કરિયરઃ- પ્રોફેશનલ કાર્યોમાં મિત્રોનો સહયોગ મળી શકે છે.

લવઃ- પ્રેમ પ્રસ્તાવ માટે સમય અનુકૂળ છે.

સ્વાસ્થ્યઃ- આંખમાં ઇન્ફેક્શન થવાની આશંકા છે.

---------------------

કન્યાઃ- Ace of Swords

કામ સમયસર પૂરાં થશે. કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તેની સારી રીતે તપાસ કરીને નિર્ણયય લો. સજ્જન સાથે મળવાની તકમ ળે જેનાથી તમારા વિચારોમાં હકારાત્મક પરિવર્તન આવશે. આજના દિવસે મનમાં કેટલીક ચિંતાઓ રહે જેને લીધે કામમાં મન નહીં લાગે.

કરિયરઃ- કોઈની નિંદાથી પ્રભાવિત ન થશો, તમારી યોગ્યતા અને મહેનતમાં કોઈ ખોટ નથી. આત્મવિશ્વાસથી કામ કરો.

લવઃ- જ્યાં સુધી પારદર્શિતા નહીં આવે ત્યાં સુધી તેમાં ઊંડાણ નહીં આવે. સંબંધોમાં કોઈ ખોટ નથી, માત્ર તમારા વિચારો બદલો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાન-પાન, વ્યાયામનું

---------------------

તુલાઃ- Justice

આજનો દિવસ તમારા માટે સારા પરિણામ આપનાર દિવસ રહેશે. તમારા પરિશ્રમ અને યોગદાનને પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે. કોઇ કામને લઇને તમારા વખાણ થઇ શકે છે. થોડાં મામલે તમારે અન્ય લોકોની વાત સાંભળવી પડી શકે છે.

કરિયરઃ- આજે તમને થોડી નવી જવાબદારી મળી શકે છે.

લવઃ- તમારા સાથીની ભાવનાને સમજો અને પોઝિટિવ રહો.

સ્વાસ્થ્યઃ- ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો.

---------------------

વૃશ્ચિકઃ- The Sun

આજે જવાબદારીઓ પ્રત્યે સચેત રહો, તેને સમર્પણથી નિભાવો, તેનાથી અટવાયેલાં કામ પૂરાં થશે, કોઈ પરેશાની હોય તો તે ઉકાલેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ, પરીક્ષામાં સારું પરિણઆમ આવે. મહેનતમાં કોઈ ખોટ નથી. તમારી જે ઈચ્છાઓ છે તે ઝડપથી પૂરી થશે.

કરિયરઃ- ધનલાભના યોગ બની રહ્યા છે. નોકરીને લીધે સ્થાન પરિવર્તન કરવું પડી શકે જે લાભદાયી રહે.

લવઃ- કુંવારા લોકો માટે આજે દિવસ શુભ છે. કોઈ સંબંધની વાત પાકી થઈ શકે. પરિવારમાં નવી વ્યક્તિનું આગમન થશે.

સ્વાસ્થ્યઃ- કોઈ રોગ સતાવતો હોય તો તેનું સમાધાન મળે, સેકન્ડ ઓપિનિયન લો.

---------------------

ધનઃ- Page of Coins

આર્થિક લાભ અથવા કરિયરમાં કોઇ મોટી ઉપલબ્ધિ મળવાના સંકેત મળી રહ્યા છે. તમારે આજના દિવસે આરામ કરવાની જરૂર છે. તમને આજે મિત્રો સાથે આઉટિંગ પર જવાનો અવસર પણ મળી શકે છે.

કરિયરઃ- જોબ સાથે જોડાયેલી સારી સૂચના મળી શકે છે.

લવઃ- તમારી ભાવનાઓ સાથીને જણાવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

---------------------

મકરઃ- The Fool

આજે તમારા માટે કોઇ મોટા આઇડિયા ઉપર કામ કરવાનો દિવસ છે. આજે તમે કોઇ વિશેષ વ્યક્તિને મળી શકો છો, જે તમારા ભવિષ્યમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. માઇગ્રેન જેવી સમસ્યા હોય તો સાવધાન રહો.

કરિયરઃ- લોકો તમારી પાસે વેપારમાં રોકાણ કરવા માટે આવશે.

લવઃ- કોઇ સામાજિક સમારોહમાં તમને એક આકર્ષણ વ્યક્તિ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો તમારો દિવસ પ્રભાવિત કરી શકે છે.

---------------------

કુંભઃ- Ten of Wands

આજનો દિવસ તમારા માટે નવી શરૂઆતનો છે. જો તમે કોઇ અન્ય આવક સ્ત્રોત વિશે વિચારી રહ્યા છો, તો તમારા માટે દિવસ અનુકૂળ રહેશે. તમને નવા લોકોને મળવાનો અવસર મળી શકે છે.

કરિયરઃ- નવો બિઝનેસ શરૂ કરો.

લવઃ- સાથી સાથે આજે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમને માઇગ્રેન થઇ શકે છે.

---------------------

મીનઃ- The Hierophant

આજનો દિવસ ઊર્જાપૂર્ણ રહેશે. આજે લોકોને મળવાનું થશે, જેમના લીધે કાર્યક્ષેત્ર અને અંગત જીવનમાં આગળના દ્વાર ખુલશે. આજે તમે તમારા મનનો અવાજ સાંભળો. તમે પણ એટલાં જ મહત્ત્વપૂર્ણ છો જેટલાં કોઇ અન્ય છે.

કરિયરઃ- તમારી યોગ્યતા તમારી પ્રગતિમાં યોગદાન કરશે.

લવઃ- સાથી સાથે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસની સમસ્યા રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser