તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:શનિવારે THE SUN કાર્ડ પ્રમાણે વૃશ્ચિક રાશિના લોકોને અપેક્ષા પ્રમાણે કામ મળશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

3 એપ્રિલ, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- QUEEN OF CUPS
કોઈના દ્વારા તમારા ઉપર દબાણ લાવવાને લીધે તમારે નિર્ણયમાં પરિવર્તન કરવું પડશે, જેના કારણે તમે હતાશા અનુભવી શકો છો. તેમજ, તે વ્યક્તિ પ્રત્યે નારાજગી પણ વધશે. પરંતુ તમારા માટે તેને ખુલ્લા મને કંઇક બોલવું મુશ્કેલ થઈ શકે છે. તમારે અન્ય લોકોનો આદર કરતી વખતે તમારી પોતાની લાગણીઓને માન આપતાં શીખવું પડશે.

કરિયર:- કામ સંબંધિત બાબતોમાં ધ્યાન આપવાની જરૂર રહેશે. કોઈ તમારું કામ બગાડવાનો પ્રયત્ન કરી શકે છે.

લવ:- રિલેશનશિપ સંબંધિત નિર્ણય ભાવનાત્મક રીતે ન લો.

સ્વાસ્થ્ય:- ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- 1

--------------------------

વૃષભઃ- WHEEL OF FORTUNE
અત્યારે પરિસ્થિતિ તમારી તરફેણમાં રહેશે, જેનો વધુમાં વધુ ફાયદો ઉઠાવતાં તમારે શીખવું પડશે. તમને આપવામાં આવેલી જવાબદારી તમારા વ્યક્તિત્વને મહાન બનાવશે. તેથી, નવી વસ્તુઓ શીખવામાં પાછળ ન રહેશો. તમે તમારા અનુભવ દ્વારા વ્યક્તિને ઓળખી પણ શકશો, જેનો ઉપયોગ તમે જીવનથી સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે કરશો.

કરિયરઃ- કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવશે.

લવ:- તમે પરિવાર અને તમારા જીવનસાથી વચ્ચેના વિવાદોનો નાશ કરવામાં સફળ થશો.

સ્વાસ્થ્ય:- ખભા અને પીઠનો દુખાવો થઈ શકે છે.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- 9

--------------------------

મિથુનઃ- KING OF WANDS
ફક્ત એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાને લીધે તમને નવી તકની ખબર નહીં પડે. તેના કારણે પોતાની જાત પ્રત્યે ગુસ્સો પેદા થઈ શકે છે. તમારામાં વધી રહેલી બેચેનીને દૂર કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન લેવું જરૂરી છે. તમારા મનમાં કેમ ગુસ્સો ઊભો થાય છે તે જાણો.

કરિયર:- કાર્ય સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણય તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

લવ:- રિલેશનશિપ સંબંધિત બાબતોમાં તમારી જીદને વળગી રહેવું તમારા માટે દુઃખદાયક સાબિત થઈ શકે છે.

સ્વાસ્થ્ય:- પેટ સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- 3

--------------------------

કર્કઃ- ACE OF SWORDS
તમે દિવસની શરૂઆત નવી ઉત્સાહ અને નિશ્ચયથી કરશો. તમે બનાવેલ પ્લાનને વળગી રહે તે માટે તમે પૂર્ણ પ્રયાસ કરશો. કેટલીક બાબતોમાં આત્મવિશ્વાસ ઓછો રહેશે, જેના કારણે તમને યોગ્ય પગલાં લેવામાં મુશ્કેલી પડી શકે છે. તેમ છતાં તમે તમારા પ્રયત્નો ચાલુ રાખશો.

કરિયર:- કામ સંબંધિત બાબતોમાં જાગૃતિ તમને નવી તકો આપશે.

લવ:- યોગ્ય વ્યક્તિના પરિચયમાં આવવાને કારણે પ્રેમ સંબંધોમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે.

સ્વાસ્થ્ય:- તમારા સ્વાસ્થ્યને ઠીક કરવા માટે તમે યોગ્ય દિશામાં પગલાં લેશો.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- 3

--------------------------

સિંહઃ- THE HANGEDMAN
તમે પરિસ્થિતિને નવા દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરવામાં સફળ થશો, જેના દ્વારા તમને નવી વસ્તુઓની જાણકારી મળશે જે તમને સમસ્યાઓનો યોગ્ય માર્ગ શોધવા માટે ફાયદાકારક સાબિત થશે. યોગાભ્યાસ અને ધ્યાનને લીધે મનમાં પેદા થયેલી બેચેનીને દૂર કરી શકાશે.

કરિયર:- નવા કામના વિચારો આવવાથી તમને ઝડપથી પ્રગતિ જોવા મળશે.

લવ:- સંબંધમાં સ્થિરતાને કારણે જીવન સંબંધિત સલામતી વધશે.

સ્વાસ્થ્ય:- પગની સમસ્યાઓ તકલીફ આપી શકે છે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- 2

--------------------------

કન્યાઃ- THE HIGH PRIESTESS
તમારા મનમાં પેદા થઈ રહેલા ડરને કારણે તમે દરેક પરિસ્થિતિને નિયંત્રિત કરવા માગો છો, જેના કારણે તમને દરેકની સાથે ગાઢ સંબંધ જાળવવામાં મુશ્કેલી પડી રહી છે. કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ બદલતા પહેલાં તમારા મગજમાં એક પ્રકારનો ડર પેદા થાય છે અને તે કેમ થઈ રહ્યો છે તે જાણો. જેથી, તમારા વ્યક્તિત્વમાં ફેરફાર કરવો તમારા માટે સરળ રહેશે.

કરિયર:- ઉચ્ચ શિક્ષણ સંબંધિત પ્રયત્નો તરત જ ફળ આપશે નહીં પરંતુ ભવિષ્યમાં તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

લવ:- જીવનમાં સ્થિરતા મેળવવાનો પ્રયાસ તમને વધુ નકારાત્મક બનાવી રહી છે. તેથી, તમારે જીવનસાથીની વાત પર પણ ધ્યાન આપવું પડશે.

સ્વાસ્થ્ય:- હોર્મોનલ અસંતુલનને કારણે ચીડિયાપણાંનો અનુભવ થશે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- 4

--------------------------

તુલાઃ- SEVEN OF CUPS
મનમાં આવતા નકારાત્મક વિચારો પર વધુ ધ્યાન આપવાના કારણે તમે ફક્ત નકારાત્મક બાબતો જ જોશો. તમારી ધીરજ વધારવાની જરૂર પડશે. લોકો જે બોલે છે તેનાથી તમને તમારા પર વિશ્વાસ ઓછો થઈ જશે. તમારી જાત પર વિશ્વાસ કરો અને લક્ષ્ય તરફ આગળ વધો.

કરિયર:- પૈસા સંબંધિત વ્યવહાર કરતી વખતે તમને આત્મવિશ્વાસનો અભાવ જોવા મળશે. પરંતુ તમને પૈસાથી સંબંધિત મોટા ફાયદા પણ મળશે.

લવ:- લગ્ન સંબંધિત બાબતોની ચર્ચા કરતી વખતે પરિવાર સાથે થોડો અણબનાવ પેદા થઈ શકે છે. પરંતુ સમયની સાથે તેમની મંજુરી મળી જશે.

સ્વાસ્થ્ય:- સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ રંગ:- પીળો

​​​​​​​શુભ અંક:- 5

--------------------------

વૃશ્ચિકઃ- THE SUN
જીવનને નવી રીતે શરૂઆત કરવાનો પ્રયત્ન સફળ રહેળે. પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગશે. તમે તમારા વિચારોમાં પરિવર્તન પણ જોશો. જેના કારણે જે વસ્તુઓ તમારા જીવન માટે યોગ્ય નથી તે બાબતોને દૂર રાખવી તમારા માટે સરળ બની શકે છે.

કરિયર:- કામ સંબંધિત બાબતોમાં રૂચિ વધશે અને તમારી અપેક્ષા પ્રમાણે કામ મળવાના કારણે તમે પણ ઉત્સાહનો અનુભવ કરશો.

લવ:- પાર્ટનર વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે.

સ્વાસ્થ્ય:- બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે.

શુભ રંગ:- લીલો

​​​​​​​શુભ અંક:- 8

--------------------------

ધનઃ- THREE OF CUPS
આજે તમારા ઉપરનો કોઈ ભાર હળવો થવાને કારણે તમે રાહત અનુભવશો. નવા લોકો સાથેની ઓળખ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જ્યારે તમારા જીવન પર ધ્યાન આપો છો ત્યારે કુટુંબના સભ્યોને પણ તમારી સહાયની જરૂર છે તે ધ્યાનમાં રાખો.

કરિયર:- કામ સંબંધિત બાબતોમાં આગળ વધવામાં મિત્રની મદદ મળશે.

લવ:- તમારા પાર્ટનર તમારા આનંદનો સ્ત્રોત બની રહેશે.

સ્વાસ્થ્ય:- સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઓછી થવા લાગશે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- 3

--------------------------

મકરઃ- TWO OF SWORDS
કેટલીકવાર તમે જ્યારે નિર્ણય લેતા હો ત્યારે વધુ પડતા વિચાર કરવાને લીધે તક ગુમાવશો. પરિસ્થિતિને નજીકથી નિરીક્ષણ કરતી વખતે તમારે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં પણ વધારો કરવો પડશે. યુવાનો નિર્ણયો લેતી વખતે મૂંઝવણ અનુભવે છે પરંતુ અંતે યોગ્ય નિર્ણય લઈ શકાશે.

કરિયર:- કાર્ય સંબંધિત વિદેશ યાત્રા મુલતવી રહેવાને કારણે તમને થોડી નકારાત્મક લાગણી થઈ શકે છે, પરંતુ તમને ટૂંક સમયમાં મોટી તક મળશે.

લવ:- એકબીજાને સારી રીતે ઓળખવા માટે પાર્ટનર્સે એકાંતમાં થોડો સમય પસાર કરવો પડશે.

સ્વાસ્થ્ય:- આંખોને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- 1

--------------------------

કુંભઃ- FIVE OF WANDS
તમારા મનમાં વિચારોનું યુદ્ધ ખેલાશે. જેના કારણે તમે જે બાબતોમાં નિપુણતા પ્રાપ્ત કરી છે તે બાબતોમાં ઉત્સાહ પણ ઓછો રહેશે. તમારી એનર્જી જાળવવા માટે તમારે આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવવાની જરૂર રહેશે. ભાવનાત્મક આનંદ મેળવવા માટે તમે જરૂર કરતાં વધુ પૈસા ખર્ચ કરી શકો છો.

કરિયર:- વ્યવસાય સંબંધિત બાબતોમાં પ્રગતિ જોવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગશે.

લવ:- તમારા પોતાના જીવનમાં અટવાયેલા રહેવાથી તમે તમારા જીવનસાથી તરફ ધ્યાન નહીં આપી શકો.

સ્વાસ્થ્ય:- એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- 4

--------------------------

મીનઃ-TEN OF WANDS
તમારા પર પડેલી જવાબદારીઓને શેર કરતી વખતે વ્યક્તિની તપાસ કર્યા પછી જ તેને જવાબદારી આપવી જોઈએ, નહીં તો તમારું કાર્ય વધુ જટિલ થઈ શકે છે. તમારા પર બનેલા દેવાં ઓછા થવા માંડશે.

કરિયર:- અટવાયેલ કાર્ય અચાનક પ્રગતિ તરફ આગળ વધશે.

લવ:- જીવનસાથી સાથે ખુલીને ચર્ચા કરવાને કારણે રિલેશનશિપ સંબંધિત તણાવ ઓછો થશે.

સ્વાસ્થ્ય:- પીઠનો દુખાવો વધી શકે છે.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- 6

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો