ટેરો રાશિફળ:શુક્રવારે QUEEN OF CUPS કાર્ડ પ્રમાણે સિંહ રાશિના લોકોએ સંયમથી કામ લેવુ પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ:- SIX OF SWORDS
જીવનમાં જે વસ્તુઓ એક સમયે અટકી ગઈ હતી, તે આગળ વધવા લાગશે. મનમાં ઉદ્ભવતી મૂંઝવણ તમારા વિચારો સ્પષ્ટ કરશે. તમારે તમારા લક્ષ્ય તરફ આગળ વધવાનો પ્રયાસ કરવો પડશે.
કરિયરઃ કરિયર સાથે જોડાયેલા નિર્ણયના કારણે તમને કોઈ નવા શહેરમાં જવાની તક મળી શકે છે.
લવઃ ભલે પાર્ટનર સાથે અપેક્ષા મુજબનો સાથ ન મળી રહ્યો હોય, પરંતુ મુશ્કેલીના સમયે એકબીજા સાથે મનમેળ ન થતો હોય.
હેલ્થઃ સ્વાસ્થ્યમાં આવતી તકલીફો દૂર થવા લાગશે.
શુભ રંગ: પીળો
શુભ અંક: 5
----------------------------------
વૃષભ:- JUSTICE
તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ મળશે પણ અપેક્ષા મુજબ ન હોવાને કારણે મનમાં ક્રોધ ઉત્પન્ન થઈ શકે છે. લોકો દ્વારા બોલાતી વસ્તુઓની અસર મન પર જોવા મળશે. સમય જતાં લોકો સાથેના સંબંધોમાં સુધારો આવશે.
કરિયરઃ કામ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મેળવો.
લવઃ સંબંધોના નિર્ણયો મુશ્કેલ હોય છે, પરંતુ ઇચ્છાશક્તિ દ્વારા તેને વાસ્તવિક બનાવી શકાય છે.
હેલ્થઃ શારીરિક નબળાઈ અને માથાનો દુખાવો પરેશાનીનું કારણ બની શકે છે.
શુભ રંગ: લાલ
શુભ અંક: 6
----------------------------------
મિથુન:- NINE OF SWORDS
મન પર ઉત્પન્ન થતા તણાવની અસર કામમાં જોવા મળશે. શારીરિક અને માનસિક થાકને કારણે તમે ચીડિયાપણું અનુભવી શકો છો. તમારા વિચારો કોઈની સાથે શેર કરવાનો પ્રયાસ કરો.
કરિયરઃ કરિયરને લગતી બાબતો મોટાભાગે અપેક્ષા મુજબ આગળ વધશે છતાં મહેનત ચાલુ રાખવી પડશે.
લવઃ સંબંધો સાથે જોડાયેલા નિર્ણયને કારણે તમે તણાવ અનુભવી શકો છો.
હેલ્થઃ ઊંઘ સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા છે.
શુભ રંગ: પીળો
શુભ અંક: 1
----------------------------------
કર્ક:- NINE OF CUPS
કોઈ મોટી સમસ્યાનો ઉકેલ અપેક્ષા મુજબ આવવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે. તમારી ઈચ્છાશક્તિમાં વધારો થશે. તમારે પૂરી ધીરજ સાથે જટિલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. તમારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં મનની સ્થિરતા જાળવવી પડશે.
કરિયરઃ કામને લગતા ઉપાયો મળવાને કારણે કાર્યના વિસ્તરણ અંગે ચોક્કસ વિચાર કરવામાં આવે.
લવઃ પાર્ટનર પર વધતો વિશ્વાસ સંબંધો સાથે જોડાયેલી નકારાત્મકતા દૂર કરશે.
હેલ્થઃ વધતા વજનને કંટ્રોલમાં લાવી શકાય છે.
શુભ રંગ: વાદળી
શુભ અંક: 2
----------------------------------
સિંહ:- QUEEN OF CUPS
મનમાં દબાયેલી લાગણીઓને કોઈ વ્યક્તિ સમક્ષ રજૂ કરવાથી ભાવનાત્મક રીતે રાહત મળશે. જો કે, ધ્યાનમાં રાખો કે પરિસ્થિતિ હજી પણ સંપૂર્ણપણે હલ થઈ નથી. વિવાદોને તાત્કાલિક ઉકેલવાનો પ્રયાસ કરવાથી પરિસ્થિતિ વધુ જટિલ બની શકે છે. લોકોમાં પરિવર્તન જોવા માટે તમારે સંયમથી કામ કરવું પડશે.
કરિયરઃ કાર્યક્ષેત્રમાં લાગેલા ખોટા આરોપોને દૂર કરવા માટે તમારે આજે પ્રયાસ કરવો પડશે.
લવઃ પાર્ટનર દ્વારા જે વાતોની ચર્ચા થઈ રહી છે તેનું કારણ સમજવાનો પ્રયાસ કરવો પડશે.
હેલ્થઃ મહિલાઓએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દાખવવી પડશે. શારીરિક નબળાઈ પીડાદાયક સાબિત થઈ શકે.
શુભ રંગ: લીલો
શુભ અંક: 3
----------------------------------
કન્યા:- KING OF SWORDS
તમારા વિચારો બીજા લોકો કરતા અલગ છે, આ વાતને સમજવાની અને સ્વીકારવાની જરૂર છે. દરેક વ્યક્તિને તેના સ્વભાવ અને વિચારો અનુસાર વર્તવાનો અધિકાર છે. તેથી, કોઈપણ વ્યક્તિ પર નિયંત્રણ જાળવવાની નકામી જીદ છોડી દેવી વધુ સારું રહેશે.
કરિયરઃ વિદેશ સંબંધિત કામ સરળતાથી આગળ વધશે.
લવઃ પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે તેમછતાં કોઈ નિર્ણય પર પહોંચવામાં સમય લાગશે.
હેલ્થઃ શરીરના દુખાવાની સમસ્યાને બિલકુલ અવગણશો નહીં.
શુભ રંગ: સફેદ
શુભ અંક: 4
----------------------------------
તુલા:- PAGE OF WANDS
બધુ જ ઠીક ચાલવા છતાં મનમાં ઉદ્ભવતા ભયને કારણે તમે તમારી પોતાની પરિસ્થિતિને જટિલ બનાવી શકો છો. તમારે તમારી શ્રદ્ધા વધારવાનો પ્રયાસ કરવો પડશે. પોતાની જાત પર વિશ્વાસ વધારવાનો પ્રયત્ન કરો. અત્યાર સુધી તમને જે બાબતોમાં યશ મળ્યો છે, તેમાં પરિવર્તન લાવવાની
કરિયરઃ કામના સ્થળે લોકોને મળેલી પ્રશંસાના કારણે તમારો આત્મવિશ્વાસ વધતો જણાય.
રહી છે.
લવઃ જીવનસાથી પ્રત્યે મૂકેલી જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવાનો પ્રયત્ન કરો.
હેલ્થઃ બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર રહેશે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જણાય.
શુભ રંગ: લાલ
શુભ અંક: 8
----------------------------------
વૃશ્ચિક:- SIX OF CUPS
પરિસ્થિતિ મુશ્કેલ ન હોવા છતાં અમુક વસ્તુઓ તમારા પર હાવી થઈ રહી છે. અચાનક જ કોઈ વ્યક્તિ સાથેની મુલાકાત તમને આનંદ આપી શકે છે. લોકો સાથેના સંબંધો સુધરતા લાગે છે.
કરિયરઃ વેપાર-ધંધા સંબંધિત નવી સંધિ મળતી લાગે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
લવઃ પાર્ટનરે લીધેલા નિર્ણયથી જીવનમાં મોટો ફરક પડી શકે છે.
હેલ્થઃ સ્વાસ્થ્ય હેલ્ધી રાખવા માટે તમને ડૉક્ટરનું માર્ગદર્શન લેતા રહો.
શુભ રંગ: ગુલાબી
શુભ અંક: 7
----------------------------------
ધન:- FIVE OF PENTACLES
પૈસાને લગતી ચિંતાઓ તમને સતાવતી રહે છે, તેથી આર્થિક પક્ષને મજબૂત બનાવવાને પ્રાધાન્ય આપવું જરૂરી બનશે. લોકો પ્રત્યે મનમાં ઉદ્ભવતા રોષ અને ચીડિયાપણાને દૂર કરવા તમારે તમારી અપેક્ષાઓને મર્યાદિત કરવાનો પ્રયાસ કરવો પડશે. બીજાની ભૂલો કાઢવાની આદત તમને નકારાત્મક વ્યક્તિ બનાવી રહી છે.
કરિયરઃ કાર્યક્ષેત્રે સ્પર્ધા વધવાના કારણે કામ સંબંધિત ભયનો અનુભવ થઈ શકે છે.
લવઃ પાર્ટનર પોતાના કામમાં વ્યસ્ત રહેશે, જેના કારણે સંબંધોમાં ધ્યાન આપવું શક્ય નહીં બને.
હેલ્થઃ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે એલર્જીની સમસ્યા વધતી જણાય.
શુભ રંગ: ઓરેંજ
શુભ અંક: 1
----------------------------------
મકર:- ACE OF SWORDS
તમે જૂની વસ્તુઓને યાદ કરીને મોટાભાગનું કામ જાતે કરવાનો પ્રયાસ કરશો. કોઈપણ પ્રકારનું લક્ષ્ય નક્કી કરતી વખતે વર્તમાન સમયને લગતી દરેક વાતનું ધ્યાન રાખવું પડે છે.
કરિયરઃ લોકોને મળેલા સહયોગના કારણે વેપાર સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય તમારા દ્વારા લેવામાં આવશે.
લવઃ જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે સરળ શબ્દોનો ઉપયોગ કરો.
હેલ્થઃ કબજિયાત વધવાની શક્યતા છે.
શુભ રંગ: જાંબલી
શુભ અંક: 9
----------------------------------
કુંભ:- KNIGHT OF PENTACLES
જે બાબતોમાં પ્રગતિ દેખાઈ રહી નથી તેમાં પરિવર્તન લાવવા માટે તમારા વિચારો બદલવા જરૂરી બનશે. જીવનમાં કઈક નવીનતા લાવવાનો પ્રયાસ કરો. જે લોકો તમને પ્રેરણા આપે છે, તમારા માટે આવા લોકોનો સાથ મળવો જરૂરી છે જે તમારી જીવનશૈલીમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરે છે.
કરિયરઃ પરિવારમાં કોઈની સાથે સંબંધિત કરિયર, ધન સંબંધિત કોઈ મોટા નિર્ણયનો અમલ કરવો
મદદ મળી શકે છે.
લવઃ તમારા જીવનસાથી પર લગ્ન માટે કોઈપણ પ્રકારનું દબાણ કરશો નહી
હેલ્થઃ પેટ સંબંધિત ઇન્ફેક્શન થવાની શક્યતા છે.
શુભ રંગ: લાલ
શુભ અંક: 2
----------------------------------
મીન:- THE HERMIT
તમે દરેક વસ્તુને લઈને ચિંતા અનુભવતા રહેશો, પરિવર્તન લાવવાનો પ્રયાસ કરો. તમે સખત મહેનત કરી રહ્યા છો તો તમારા વિચારોને બદલવાનો પ્રયાસ કરો. તમારી કાર્યક્ષમતા વધશે.
કરિયરઃ તમારા કાર્યક્ષેત્ર સાથે સંબંધિત મળેલી તાલીમને કારણે, કાર્યને શ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયાસ કરો
લવઃ તમારી અંદર વધતી એકલતા તમને સંબંધ અને પાર્ટનરથી દૂર લઈ જઈ શકે છે.
હેલ્થઃ પરિવારમાં કોઈના સ્વાસ્થ્યને લઈને ચિંતા અનુભવશો. ડોક્ટરની સલાહ અવશ્ય લો.
શુભ રંગ: સફેદ
શુભ અંક: 3