9 નવેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારે અંક 5ના જાતકો ઉપર વડીલોનો આશીર્વાદ રહેશે, આ લોકોએ આજે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 9 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે ગ્રહોની પરિક્રમા તમારા માટે લાભના દ્વાર ખોલી રહી છે. માત્ર યોગ્ય પરિશ્રમની જરૂરિયાત છે. કોઈ શુભચિંતકનો સહયોગ તમારા માટે આશાનું નવું કિરણ લઈને આવશે. ભોજનના કારણે પેટ ખરાબ થઈ શકે છે.

શું કરવું- યોગ પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- સમય મિશ્રિત ફળદાયી છે. દિવસની શરૂઆત સારી રહેશે. સમાન વિચારધારાના લોકો સાથે મુલાકાત એક નવી ઊર્જા લાવી શકે છે. કોઈ લક્ષ્યની પ્રાપ્તિમાં ભાઈ પણ સામેલ થઈ શકે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાની દૂર થઈ શકે છે.

શું કરવું- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- સમય શાંતિપૂર્ણ અને પોઝિટિવ પસાર થઈ રહ્યો છે. તમારો આત્મવિશ્વાસ પણ નવી આશા જગાડી શકે છે. ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ પણ સફળ થઈ શકે છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝના લોકો ખાસ ધ્યાન રાખે.

શું કરવું- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટના સાથે થઈ શકે છે. આર્થિક મામલે પણ જીત પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો કે સહકર્મીઓ સાથે ફોન ઉપર મહત્ત્વપૂર્ણ વાતચીતથી યોગ્ય પરિણામ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

શું કરવું- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- ઘરના અનુભવી અને વડીલ લોકોનો આશીર્વાદ અને સહયોગ તમારા ઉપર રહેશે. તમારા જીવન સ્તરને સુધારવા માટે તમારી પાસે થોડો વ્યાપક દૃષ્ટિકોણ રહેશે. થાકથી પગમાં દુખાવો અને સોજા થઈ શકે છે.

શું કરવું- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે રચનાત્મક ગતિવિધિઓની મદદ લેશો. જેનાથી તમને યોગ્ય સફળતા મળી શકે છે. ઘરની સુખ-સુવિધાઓ સાથે જોડાયેલાં કાર્યોમાં પણ તમારો પૂર્ણ સહયોગ રહેશે. થાક અને તણાવના કારણે શારીરિક નબળાઈ રહી શકે છે.

શું કરવું- ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે તમારો દિવસ બેકારની ગતિવિધિઓ સિવાય પોતાના કાર્યો ઉપર સંપૂર્ણ રીતે કેન્દ્રિત રહેશે. નવી યોજનાઓ દિમાગમાં આવશે અને તમે નજીકના સંબંધીઓની મદદથી તે યોજનાઓને શરૂ કરી શકશો.

શું કરવું- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- તમે તમારા કર્મમાં વિશ્વાસ કરો છો અને આ સમયે તમાારું મંત્રી હોવું તમારા ભાગ્યને આકાર આપશે. કોઈ બહારનું વ્યક્તિ ઘરને બરબાદ કરી શકે છે. મિત્રો સાથે હરવા-ફરવામાં સમય બરબાદ કરશો નહીં.

શું કરવું- શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું.

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજે તમે કોઈ ખાસ કામ પૂર્ણ કરી શકો છો. ઘરનું વાતાવરણ પણ ઠીક રહેશે. તમે અન્ય લોકોની મદદ કરવા અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશો. વધારે કામ અને તણાવ રહી શકે છે.

શું કરવું- કીડીને લોટ ખવડાવો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6