શુક્રવાર, 9 ડિસેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- તમે કઇંક નવું શીખવા ઇચ્છશો. મન પ્રમાણે ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક પ્રસન્નતા અને સંતોષની પ્રાપ્તિ થશે. તમે તમારા વ્યવસાયને વધારે સારી રીતે વિકસિત કરવા માટે વધું મહેનત કરશો.
શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- તમારે તમારા જીવનને સારું જાળવી રાખવા માટે થોડાં સંકલ્પ લેશો. કાર્યશૈલીમાં પણ નવીનતા આવશે. ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાથી યુવાઓના મનને શાંતિ મળશે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં મામલાઓ એકબીજાની સહમતિ દ્વારા ઉકેલાઈ જશે.
શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- મિત્રો અને પરિવારના લોકો સાથે સારો સમય પસાર થશે. તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરશો. આર્થિક સ્થિતિ સારી રહેશે. સામાજિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ અને પ્રતિષ્ઠા વધશે. નવા લોકો સાથે લાભકારી સંપર્ક સ્થાપિત થશે.
શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- તમારા કામ અંગેનો વિશ્વાસ તમને સફળતા અપાવશે. રોકાણના નિર્ણય પણ યોગ્ય રહેશે. વિદ્યાર્થી અને યુવા વર્ગ સાક્ષાત્કાર વગેરેમાં પણ સફળ થઈ રહ્યા છે. રૂપિયાના મામલે કોઈના ઉપર વિશ્વાસ ન કરો
શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- ધનના મામલે સમજી-વિચારીને નિર્ણય લો, જે ખૂબ જ યોગ્ય રહેશે. તમે તમારી અંદર વિશ્વની શક્તિ અને ઇચ્છા શક્તિનો અનુભવ કરશો. જો તમે પણ તમારા ઘરને નવો લૂક આપવાનો પ્લાન કરી રહ્યા છો તો ઇન્ટીરિયર ડેકોરેટરની સલાહ લઈ શકો છો.
શું કરવુંઃ- ભગવાન વિષ્ણુની આરાધના કરો
શુભ રંગઃ- જાંબુડિયો
શુભ અંકઃ- 8
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- આજે તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિનું સમાધાન શોધવામાં સફળ રહેશો. સંપર્ક અને સંબંધોની સીમા વધશે. વિદ્યાર્થી પોતાના અભ્યાસને ગંભીરતાથી લેશે. ધાર્મિક કાર્યોમાં પણ સમય વિતશે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- સમય વિજયનો સૂચક છે. વ્યસ્ત રહેવા સિવાય તમે ઘરના કાર્યો માટે પણ યોગ્ય સમય કાઢી શકશો અને વિવાદોને શાંતિથી ઉકેલી શકશો. ઘરમાં નવી વસ્તુની ખરીદી પણ શક્ય છે.
શું કરવુંઃ- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- હવે તેને છોડીને આગળ વધવાનો સમય આવી ગયો છે. મહિલાઓ પોતાના વ્યક્તિત્વને સુંદર બનાવવાની કોશિશ કરશે અને સફળ પણ થશે. ઘરેણાં, વસ્ત્ર અને ખરીદી પણ શક્ય છે.
શું કરવુંઃ- યોગ પ્રાણાયમનો અભ્યાસ કરો
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- સમય સારો છે, મનની શાંતિ બની રહેશે. તમે તમારા ધૈર્ય અને સહનશક્તિથી તમારી આશાઓને પૂર્ણ કરવાની કોશિશ કરતા રહેશો. દરેક કાર્યને શરૂ કરતા પહેલાં યોગ્ય રીતે વિચાર કરી લો.
શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.