ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ-7 દિવસનો અંકઃ-5 મહિનાનો અંકઃ-3 ચિલત અંકઃ- 3
આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ, અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 7 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
ભારે અને ચોરસ ચહેરા અને ભરાવદાર શરીરવાળા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. માતા કે પરિવારની કોઇ વડીલ મહિલાનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે.
શું કરવુંઃ- શનિદેવના નામનો જાપ કરો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-2
પોલીસ સેવાના લોકોને ફિલ્ડ પોસ્ટિંગ મળી શકે છે. જો પહેલાંથી જ ફિલ્ડ પોસ્ટિંગમાં છો તો ઉલ્લેખનીય પ્રગતિ પ્રાપ્ત થઇ શકે છે.
શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-3
સ્ટેશનરીના કારોબારીઓને અનુકૂળતા રહેશે. ડિઝાઇનરોને ઉન્નતિનો અવસર મળી શકે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વધારે ઉત્સાહ નજીકના કોઇ વ્યક્તિને નિરાશ ન કરે.
શું કરવુંઃ- વાનરને ભોજન આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-4
ખાનદાની રાજનીતિ કરનાર લોકોને મોટો અવસર મળી શકે છે. લાકડાનો સામન વેચતા લોકોને ફાયદો થઇ શકે છે.
શું કરવુંઃ- લોટનો હલવો ખાવો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-5
કોર્ટમાં સ્થિતિ પક્ષમાં રહી શકે છે. નવો કેસ દાખલ કરી શકો છો.
શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-6
આજનો દિવસ જો તમને સાધારણ લાગી રહ્યો હોય તો ધીરજ રાખો. ચાર્ટર્ડ અકાઉન્ટે પોતાના કામમાં ખાસ સાવધાની રાખવી પડશે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-7
દીકરીના અભ્યાસ અંગે સારા સમાચાર મળી શકે છે. મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર મળી શકે છે.
શું કરવુંઃ- હનુમાન બાહુકનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-8
સમય ન તો વધારે સારો છે કે ન વધારે ખરાબ. આ કારણે આજે માત્ર રૂટિન કામ જ પૂર્ણ કરો.
શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-9
નાક-કાન-ગળાને લગતા સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપો. કોઇ મહિલા સહયોગી માટે ભાગદોડ કરવી પડી શકે છે.
શું કરવુંઃ- દેવી કવચનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.