8 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 8ના જાતકોને ધન પ્રાપ્ત થઈ શકે છે, આ લોકોએ આજે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 8 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે તમારો દિવસ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રમાં તમને તમારી પ્રતિભા દર્શાવવાની તક મળશે. આવક વધવાથી સારી તક પણ તમને મળી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ કામકાજના ક્ષેત્રમાં લાભદાયી સિદ્ધ થશે. તમારો બધા સાથે મધુર વ્યવહાર રહેશે. વેપારમાં લાભદાયી સ્થિતિ રહેશે. લોકો પાસેથી સન્માન પ્રાપ્ત થશે.

શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજે તમે પરિવારના લોકો માટે તમાકા કામના સમયમાંથી થોડો સમય કાઢશો, તેમની સાથે સારો સમય પસાર કરશો. ધનની પૂર્તિ કરવા માટે તમારા મિત્રની મદદ કરશો

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, જેના કારણે તમારો આખો દિવસ બેચેનીમાં પસાર થશે. કામકાજમાં કોઇનો સાથ તમને લાભ કરાવશે. ભાગ્ય પણ આજે તમને સાથ આપી શકે છે

શું કરવુંઃ- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ રૂપિયા-પૈસા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે, ધનને લગતા મામલાઓ સારા રહેશે. તમારા જૂના મિત્રો સાથે વાર્તાલાપ થઈ શકે છે. જરૂરિયાત કરતા વધારે ગુસ્સો પરેશાની વધારી શકે છે.

શું કરવુંઃ- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજે ભાગ્ય સંપૂર્ણ રીતે સાથ આપશે નહીં પરંતુ તમને કોર્ટ-કચેરીને લગતા મામલાઓમાં થોડી રાહત મળી શકે છે. આજના દિવસે તમે તમારી બુદ્ધિમત્તા અને ચતુરાઈનો પરિચય આપીને પોતાના કાર્યો સરળતાથી પૂર્ણ કરી લેશો.

શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે ઘરમાં પ્રેમ અને સમજદારી જોવા મળશે. તમે કોઈ પ્રોજેક્ટ રિસર્ચ ઉપર કામ કરી શકો છો. વેપારને લગતા લોકોએ પ્રામાણિકતા સાથે કામ કરવું જોઈએ.

શું કરવુંઃ- ગણેશજીની પૂજા-આરાધના કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે અન્ય લોકો શું કહી રહ્યા છે તેને સાંભળો. અધિકારીઓ સાથે ખાસ ઓળખ બનશે. આજે અન્યને આપેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. બિનજરૂરી ખર્ચમાં કાપ મુકવો પડી શકે છે.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજે તમને સારા સમાચાર મળશે. કોઈ સન્માનનીય વ્યક્તિનું માર્ગદર્શન મળશે. ધનલાભના નવા રસ્તા જોવા મળશે. નાની-મોટી લાલચથી પોતાને દૂર રાખવાની કોશિશ કરો.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

અન્ય સમાચારો પણ છે...