8 મેનું અંક ભવિષ્ય:રવિવારે અંક 4ના લોકો તણાવમાં રહી શકે છે, જાતકોએ આજે પિતૃઓના નામથી પરબની વ્યવસ્થા કરાવવી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

જોબ બદલવાનો નિર્ણય કરવા ઇચ્છો છો તો વધારે ઉત્સાહમાં આવીને કોઈપણ નિર્ણય ન કરશો. માઇગ્રેઇન દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- પરબમાં પાણી માટે આર્થિક સહયોગ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

લાકડાના ફર્નીચરનું કામ લાભ આપી શકે છે. અભ્યાસ માટે શહેર બદલવાનો વિચાર કરી શકો છો. કારોબારી યાત્રા કરવા ઇચ્છો છો તો અટકી જાવ.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ દાન કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઈપણ વ્યક્તિ અંગે ટિપ્પણી કરતી સમયે પહેલાં બધા જ તથ્યોને તપાસી લો. લોકોને બિનજરૂરી રીતે પોતાના દુશ્મન બનાવશો નહીં.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર પીળા ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

બનતા કામ ખરાબ થવાનો ભય રહેશે. નવા સરકારી ટેન્ડર માટે આજે કોઈ ગતિવિધિ ન કરો. ગાડી ચલાવતી સમયે સાવધાન રહો.

શું કરવુંઃ- પિતૃઓના નામથી સાર્વજનિક રૂપથી પરબની વ્યવસ્થા કરાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

જેમણે હાર્ટ સર્જરી કરાવી છે, તેઓ ખાસ સાવધાની જાળવે. માનસિક અસમંજસથી દૂર રહેવાની કોશિશ કરો. પરિવારમાં વાતાવરણને સુખદ રાખવાની કોશિશ કરો.

શું કરવુંઃ- બટુક ભૈરવને સિંદૂર અને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નાણાકીય ક્ષેત્રને લગતા ફિલ્ડ કર્મચારીઓને સફળતા મળી શકે છે. સંપત્તિને લગતા કાગળ ઉપર સહી કરતી સમયે બધા વાતોને યોગ્ય રીતે તપાસી લો.

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

અંગત ક્ષેત્રના કોચિંગ વ્યવસાય સાથે જોડાયેલાં શિક્ષકને વધારે અનુકૂળતા રહી શકે છે. કોઈ ખાસ અંગત વિવાદમાં ઉલ્લેખનીય સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં જવ અને કાળા તલ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

અંગત વિવાદના કારણે ઓફિસમાં હાનિ પહોંચે લેવી શક્યતા છે. જો તમારા વિરૂદ્ધ કોઈ તપાસ ચાલી રહી છે તો મામલો વિપરીત રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડની વસ્તુ અને કાળા તલ બાંધીને ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પરિવાર સાથે હરવા-ફરવા માટે યોજના બનાવી શકો છો. મીડિયાના એન્કરો, કોપી રાઇટરો અને પ્રોડ્યુસરોને વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો