7 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:બુધવારે અંક 3 અને અંક 5ના જાતકોને ભાગ્યનો સાથ મળશે, દિવસ સુખમય પસાર થશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 7 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે તમારો વ્યવહાર ખૂબ જ સૌમ્ય રહેશે, વ્યવહારમાં પરિવર્તન અન્ય માટે ચર્ચાનો વિષય બનશે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરશો. કોઈની મદદથી તમને સારો ધનલાભ થઈ શકે છે.

શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે તમારો સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે, જે તમને કાર્યમાં સફળથા પ્રાપ્તિ માટે મદદગાર અને માર્ગદર્શન કરશે. નવી મિત્રતા તમારા ઉજ્જવળ ભવિષ્યમાં મદદગાર રહેશે.

શું કરવુંઃ- ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજે તમારું ભાગ્ય સારું રહેશે. તમારો તમારા મિત્ર તથા પરિચિતો સાથે સારો સમય પસાર થશે. આ સમયમાં તમારા માટે કોઈ નવી વ્યાપારિક યોજના ઉપર કામ કરવા માટે સમય સારો છે.

શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસે તમે તમારી બુદ્ધિમત્તા અને ચતુરાઈનો પરિચય આપીને તમારા કાર્યોને સરળતાથી પૂર્ણ કરી લેશો. વાણીમાં મધુરતા આવશે જેના કારણે મિત્રો અને સંબંધીઓમાં મધુરતા બનશે.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ કામકાજમાં સારી સફળતા આપનાર રહેશે. તમારી મહેનત અને ભાગ્યનો સાથ દરેક પ્રકારે ઉત્તમ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોનો આશીર્વાદ લો

શુભ રંગઃ- કાળો

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. કાર્યક્ષેત્રમાં સારો દિવસ પસાર થશે. ઘરમાં મહેમાનો આવવાના કારણે ઘરનું વાતાવરણ સુખમય રહેશે.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ પોતાના વડીલોનો આદર સત્કાર કરવામાં રહેશો. આજે તમારી પ્રતિભાથી તમારું ભાગ્ય જાગૃત થશે તથા તમને બધા કાર્યોમાં સફળથા મળશે.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- સોનેરી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસની શરૂઆત તમારા માટે સારી રહેશે. તમે જે પણ કાર્યને હાથમાં લેશો, તેમાં તમે સફળ થશો. અન્ય સાથે મળીને કરેલાં કાર્યોમાં પણ સારો લાભ પ્રાપ્ત થશે.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ કામકાજની દૃષ્ટિએ સારો છે. કોઈ નવા મિત્રની મદદથી તમને તમારી યોજનાઓમાં આશાતીત સફળતા પ્રાપ્ત થશે. આજે આર્થિક સ્થિતિ સારી બની રહેશે પરંતુ અચાનક ખર્ચ પણ વધશે.

શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1