7 જૂનનું અંક ભવિષ્ય:મંગળવારનો ભાગ્ય અંક 9 રહેશે, અંક 1ના જાતકોએ આ દિવસે કિન્નરોને આર્થિક ભેટ આપવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ અને અકં 9 સાથે પરસ્પર વિરોધી યુતિ. અંક 7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9ની અંક 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

તેલ અને કઠોળનો કારોબાર લાભ આપી શકે છે. પરિવાર સાથે કોઈ ધર્મસ્થળની યાત્રા થઈ શકે છે. પાડોસીઓ સાથે વિવાદ ન કરો.

શું કરવુંઃ- કિન્નરોને આર્થિક ભેટ આપો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

લેવડ-દેવડનો બાકી મામલો પૂર્ણ થઈ શકે છે. કોઈ નજીકના મિત્ર સાથે મળવાનું શક્ય છે. કરોડરજ્જુને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- માતાના આશીર્વાદ લો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

નવા કાર્યનો પ્રસ્તાવ મળી શકે છે. સ્વીકાર કરી લો, ના પાડશો નહીં. કોઈ ખાસ મામલે કરેલી છેલ્લી મહેનતનું પરિણામ હવે મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

અનાજના થોક કારોબારી સારો લાભ કમાઇ શકે છે. તમારા જ કર્મચારીઓ સાથે વિવાદ રહી શકે છે. બ્લડ પ્રેશરની તકલીફ દુઃખ આપી શકે છે.

શું કરવુંઃ- ભિક્ષા આપો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

રચનાત્મક કામ કરનાર લોકોને પુરસ્કાર મળી શકે છે. દૂરના સ્થાને ફરવા જવાની યોજના બની શકે છે. મન પ્રફુલ્લિત રહી શકે છે.

શું કરવુંઃ- તુલસીના છોડમાં જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સોપ સ્ટોનના થોક કારોબારી વધારે અનુકૂળ સ્થિતિ અનુભવ કરી શકે છે. કોલ સેન્ટરમાં કામ કરનાર લોકોને અનુકૂળતા રહી શકે છે. વિચારોની સીમા સીમિત રહી શકે છે.

શું કરવુંઃ- તમારા ગુરુ સમાન વ્યક્તિને વિશેષ ભેટ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

નર્સિંગ કર્મચારીઓ માટે કરિયરને લગતી અનુકૂળતા રહી શકે છે. સ્થાળાંતર થઈ શકે છે. કામ કરવાની શૈલીમાં ફેરફાર કરી લેશો તો વધારે શ્રેષ્ઠ રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને મૂંછની જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સાયકલના કારોબારી લાભ કમાવાની સ્થિતિમાં રહી શકે છે. આઉટડોર રમતના ખેલાડીઓ માટે સમય સફળતાનો રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સૂકું સિંદૂર ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

રમકડાનો કારોબાર લાભ આપી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે. કચરા-ઠેકેદારો માટે નવા ટેન્ડરના દૃષ્ટિકોણથી અનુકૂળ સમય છે.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી