7 ઓગસ્ટનું અંક ભવિષ્ય:રવિવારનો ભાગ્ય અંક 3 રહેશે, અંક 1ના જાતકોએ આ દિવસે કિન્નરોને આર્થિક ભેટ આપવી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 8 ચિલત અંકઃ- 1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

રોડ કોન્ટ્રાક્ટરોનું સરકારી પક્ષમાં લાંબા સમયથી અટવાયેલું કામ પૂર્ણ થઈ શકે છે. સામાજિક સ્તકે કોઈ મહત્ત્વપૂર્ણ ગતિવિધિ કરી શકો છો. પિતાના પક્ષના વડીલ લોકો સાથે તાલમેલ સારો રહેશે.

શું કરવુંઃ- કિન્નરોને આર્થિક ભેટ આપો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

મહિલા ઉચ્ચ અધિકારીઓ સાથે ખેંચતાણ રહી શકે છે. કોઈ નજીકના પરિજનનું માર્ગદર્શન કરી શકો છો.

શું કરવુંઃ- માતાના આશીર્વાદ લો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ઇલેક્ટ્રોનિક મીડિયાના એન્કરો માટે સમય સારો રહી શકે છે. નજીકના મિત્રો સાથે સમય વિતાવી શકો છો. સંતાનનો સારો સહયોગ મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

વાયર અને કેબલનો કારોબાર લાભ આપી શકે છે. પ્લાસ્ટિક પાઇપ બનાવતી કંપનીઓ માટે લાભકારી અવસ્થા રહી શકે છે.

શું કરવુંઃ- ભિક્ષા આપો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

બેકરીનો કારોબાર સારી અનુકૂળતા આપી શકે છે. નોકરી બદલવા માટે પહેલાં કરેલી કોશિશ હવે પરિણામ આપી શકે છે. ભૂતકાળમાં કરેલી યાત્રા હવે લાભ આપી શકે છે.

શું કરવુંઃ- તુલસીના છોડમાં જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

નાક-કાન-ગળાનું ઓપરેશન કરાવવું હોય અથવા તેના અંગે નિર્ણય લેવો હોય તો લઈ શકો છો. ન્યૂરો ડોક્ટરોને વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- તમારા ગુરુ સમાન વ્યક્તિને વિશેષ ભેટ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કાર્પેટનો કારોબાર સારો લાભ આપી શકે છે. ઊન કારોબારમાં વધારે અનુકૂળતા રહી શકે છે. નોકરીની જગ્યા બદલવા માટે તમારા નિર્ણય અંગે ફરી વિચાર કરી લો.

શું કરવુંઃ- હનુમાનજીને મૂંછની જનોઈ ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પ્લાસ્ટિક ફર્નીચરના કારોબારને વિસ્તાર આપવાની યોજના બનાવી શકો છો. મકાન ભાડા ઉપર લેવા ઇચ્છો છો તો સમય અનુકૂળ છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સૂકું સિંદૂર ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

બહુરાષ્ટ્રીય કંપનીઓના કર્મચારીઓને નોકરી બદલવા અંગે હાલ રોકાવવું જોઈએ, અંગત સચિવ તરીકે કામ કરનાર લોકોને સારી તક મળી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

અન્ય સમાચારો પણ છે...