6 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 7ના જાતકોને વિદેશી સંપર્કોથી લાભ પ્રાપ્ત થવાની પ્રબળ શક્યતા છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 6 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- તમને તમારા વ્યવસાય અને અન્ય ઉપક્રમોથી સતત લાભ અને નફો પ્રાપ્ત થતો રહેશે. તમે તમારી હેઠળ કામ કરનાર લોકોના સમર્થનનો આનંદ લેશો. પાર્ટનરશિપ પણ સ્થિર રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે અનેક ક્ષેત્રોમાં સમસ્યાઓ જોવા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને તમે ભાવનાત્મક રીતે પરેશાન પણ રહી શકો છો.

શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમને ચારેય બાજુથી આનંદ આપશે. વ્યાવસાયિક રીતે તમે સક્રિય અને સાવધાન રહેશો. વિદેશી સંપર્કોથી આર્થિક લાભ શક્ય છે.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- તમે વ્યાવસાયિક યાત્રા કરી શકો છો. આજે ભાગ્ય તમને સાથ આપી શકે છે અને તમે વ્યાવસાયિક જીવનના સંબંધમાં નવી યોજનાઓ બનાવી શકો છો.

શું કરવુંઃ- સફેદ વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે તમને તમારા શબ્દો પ્રત્યે સાવધાની જાળવવી જોઈએ કેમ કે તેનાથી સંબંધ ખરાબ થઈ શકે છે. પારિવારિક તથા વ્યાવસાયિક સંદર્ભમાં મનમુટાવ થઈ શકે છે.

શું કરવુંઃ- કીડીઓને લોટ ખવડાવો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- તમે થોડા પડકારનો સામનો કરશો, પરંતુ અંતે વસ્તુઓ તમારા પક્ષમાં થશે. ધીમે-ધીમે ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને પોઝિટિવ વાતચીત સ્થાપિત કરવા માટે પગલાં ભરશો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- વિદેશી વેપારને લગતા સોદા અંતિમ સ્વરૂપ આપવા માટે યાત્રાની યોજના ફરીથી શરૂ થશે. તમને તમારા વિદેશી સંપર્કોથી લાભ પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના છે.

શું કરવુંઃ- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- પિતા-પુત્રના સંબંધ ખરાબ થવાથી પરેશાન રહી શકો છો અને ભાવનાત્મક રીતે તૂટી શકો છો. તમે દૂર કે વિદેશી સ્થાનોના લોકો સાથે વેપારમાં નુકસાન ભોગવી શકો છો.

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- નવા સંપર્ક અને સંચાર વ્યવસાયને એક નવી દિશા પ્રદાન કરી શકો છો. આજે સમયની માગ છે કે તમે તમારું ધ્યાન વ્યાવહારિક મામલાઓ તરફ વળો અને તે ઉપાયોને અપનાવો જે નાણાકીય મામલે તમને દીર્ઘકાલિન સુરક્ષા પ્રદાન કરી શકે છે.

શું કરવુંઃ- યોગ પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- બદામી

શુભ અંકઃ- 1