તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

6 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:શ્રાવણ મહિનાના છેલ્લાં દિવસનો ભાગ્ય અંક 2 રહેશે, આ અંકના લોકો આજે તણાવમાં રહેશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 5ની અંક 2-7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 6ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ઘરેલૂ સજાવટના સામાનના વેપારીઓને સારો અવસર મળી શકે છે. શુક્ર-પ્રધાન લોકોને ભાગ્યની કૃપા મળી શકે છે. વાસી ભોજન કરવાથી બચવું.

શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ઓફિસમાં સહકર્મીઓનો વ્યવહાર દુઃખી કરી શકે છે. જીવનસાથીના વ્યવહારથી પરેશાની થઈ શકે છે. માનસિક તણાવ રહી શકે છે.

શું કરવુંઃ- બાળકીઓના અભ્યાસમાં આર્થિક સહયોગ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

જો ઘરેથી વેપાર ચલાવી રહ્યા છો અને ઘરમાં ઓફિસ છે તો પરિસ્થિતિ અન્ય દિવસોની સરખામણીમાં વધારે અનુકૂળ રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની વસ્તુ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

આ અંકના વેપારીઓ માટે સ્થિતિ લાભકારી રહી શકે છે. નાના ઠેકેદારોને નવું કામ મળી શકે છે. આસપાસના પરિવેશમાં પ્રતિષ્ઠા વધી શકે છે.

શું કરવુંઃ- દેવી કીલકનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ધનને લગતી કોઈ ખાસ ભાગદોડ જોવા મળી રહી નથી. લાંબી દૂરની યાત્રા થઈ શકે છે.

શું કરવુંઃ- ભાણ્યાને તેમની પ્રિય વાસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

બેંક અને વીમા ક્ષેત્રના લોકોએ સાવધાન રહીને કામ કરવું. મહિલા ઉદ્યોગ કર્મચારીઓને વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

લાંબા સમયથી અધૂરી રહેલી કામના પૂર્ણ થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. ઉત્સાહ વધારે રહેશે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ધનને લગતા મામલે મહત્ત્વપૂર્ણ ગતિવિધિ થઈ શકે છે. પહેલાં કરેલી યાત્રાનું ફળ મળી શકે છે.

શું કરવુંઃ- રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ખાનદાની રાજનીતિ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહી શકે છે. ખાસ પારિવારિક જવાબદારીઓને નિભાવવાનો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી