ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 5
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
મહિલા રાજનેતાઓને જો કોઇ ખાસ વ્યક્તિને મળવાનું હોય તો આજે અનુકૂળ સમય છે. કોઇ ખાસ મીટિંગ/સંમેલનમાં ભાગ લેવો પડી શકે છે. લોકોની વચ્ચે પ્રશંસા મળી શકે છે.
શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
સમય પક્ષ અને વિપક્ષમાં સમાન જ રહેશે. એટલે માત્ર પોતાના પહેલાંથી નક્કી કરેલાં કાર્યોને જ પૂર્ણ કરવામાં ધ્યાન આપવું. નવું લક્ષ્ય નિર્ધારિત કરવાનું કામ થોડાં સમય માટે રહેવા દેવું.
શું કરવુંઃ- છોકરીઓના અભ્યાસમાં આર્થિક મદદ કરો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ઉધાર લેવાથી બચવું. જૂનું ઉધાર ચૂકવવા માટે આજે પૂર્ણ કોશિશ કરવી.
શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની ખીલી ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
અનુકૂળતા ઓછી અને પ્રતિકૂળતા વધારે રહેશે. એટલે સાવધાન રહીને કામ કરો. સ્વાસ્થ્ય તરફ વધારે ધ્યાન આપો.
શું કરવુંઃ- દેવી કીલકનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ફાર્મસીવાળા લોકોને સારો લાભ મળી શકે છે. ફળ અને શાકભાજીના કારોબારીઓને વધારે અનુકૂળતા રહેશે.
શું કરવુંઃ- ભાણ્યાને તેની પ્રિય વસ્તુ ભેટ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
તમારી મુંજવણને અન્ય સામે રાખશો નહીં કેમ કે, ભવિષ્યમાં તેના માટે શરમાવું પડી શકે છે. નકારાત્મક વિચારોને હાવિ થવા દેશો નહીં.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
આંખના મામલે થોડી પણ બેદરકારી ન કરો. મોટા ભાઈ સાથે કામ કરી રહ્યા છો તો આજે સાવધાન રહો. પગમાં ઈજા પહોંચી શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબને ફરસાણ ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
અનાજ અને ખાનપાનને લગતાં કારોબાર કરનાર લોકોએ સાવધાન રહેવું. મોટો સોદો કરવામાં સાવધાનીથી કામ લેવું.
શું કરવુંઃ- રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ટૂરિઝમ અને ટ્રાવેલ સાથે જોડાયેલાં લોકોને સારો લાભ મળી શકે છે. યાત્રાનું પરિણામ સુખદ રહી શકે છે. મન પ્રસન્ન રહી શકે છે.
શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- સોનેરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.