5 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:સોમવારે અંક 9ના જાતકો પોતાનું મન શાંત રાખશે તો ઘણો ફાયદો થશે, કામમાં સફળતા મળશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 5 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજે કોઈ શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. તમે ક્રિએટિવિટીથી લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરી શકો છો. જરૂરી કામ પહેલાં કરો, સફળતા મળશે.

શું કરવુંઃ- ભગવાન ગણેશજીની આરાધના કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે શરીર અને મન પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે. તમે તમારી રહેણી-કરણીમાં થોડો ફેરફાર લાવશો. બિઝનેસમાં નવા એગ્રીમેન્ટ થઈ શકે છે.

શું કરવુંઃ- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો

શુભ રંગઃ- સોનેરી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજે કોઈ કામના પૂર્ણ થવાથી તમે પ્રસન્ન રહેશો. તમારા માટે સમય અનુકૂળ છે. વેપારના સિલસિલામાં સારા પરિણામ મળશે.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે તમારે આખો દિવસ કામ રહેશે. તમારા સારા વ્યવહારથી લોકો આકર્ષિત થશે. નવા વિચારો ઉપર કામ કરવાથી તમને ફાયદો મળશે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે અનેક મામલે તમને કિસ્મતનો સાથ મળશે. આત્મનિર્ભર બનવાની કોશિશ કરો. તમને કમાણીના નવા સોર્સ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કોઈ નવો વિચાર તમને આર્થિક રીતે ફાયદો આપી શકે છે. સ્થાયી સંપત્તિને લગતી ખરીદી થઈ શકે છે.

શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. મોટાભાગે તમે કોઈ વાતનું ખરાબ લગાવશો નહીં. તમારા બાળકો બિઝનેસમાં તમને પૂર્ણ સપોર્ટ કરશે.

શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે મહત્ત્વપૂર્ણ મામલે મિત્રો સાથે વાતચીત થઈ શકે છે. અટવાયેલાં કાર્યોમાં પ્રગતિ થશે. વ્યાવસાયિક કાર્યોમાં વધારે સાવધાન રહેવું પડશે.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- તમે શાંત મને કામ કરશો તો તમને ઘણો ફાયદો થશે. લેખકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. કામ સાથે જોડાયેલી વસ્તુઓમાં ધીમે-ધીમે પ્રગતિ જોવા મળશે.

શું કરવુંઃ- માતા સરસ્વતીની પૂજા કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2