5 નવેમ્બરનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્ય અંક 3 રહેશે, અંક 2ના જાતકોએ સ્ત્રીપિતૃઓનું પૂજન કરવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથએ પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ. અંક 5ની અંક 2 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ. અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

નવા અનુભવ જીવનદાયી આધાર બની શકે છે. કામ બદલવાનું ઇચ્છો છો તો બદલી શકો છો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના પાંચ લાડવા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

તમારા ઉત્સાહને યોગ્ય દિશા આપો, ભટકવા દેશો નહીં, તમારું ધ્યાન બાકી રહેલાં કામને પૂર્ણ કરવામાં વધારે રહેશે.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

સજાવટનો સામાન વેચતા કારોબારીઓ માટે પરિસ્થિતિ વધારે અનુકૂળ રહી શકે છે. આપેલું ધન પાછું આવવામાં મુશ્કેલી રહેશે.

શું કરવુંઃ- શ્રી હનુમત સ્તવનનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પરિવારનું વાતાવરણ સુખદ રહી શકે છે. તમારી ભાવનાઓને દરેક સામે પ્રકટ ન કરો.

શું કરવુંઃ- ભીષ્મસ્તૃતિનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વિદેશી સ્ત્રોતથી લાભ મળી શકે છે. સ્થાન પરિવર્તન કે તેને લગતી ગતિવિધિ શક્ય છે. કમરનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં દૂર્વા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

લાભની સ્થિતિ બની શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ મામલો પક્ષમાં આવી શકે છે. વાસી ભોજનથી બચવું.

શું કરવુંઃ- શિવલિંગનો મીઠા દૂધથી અભિષેક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

વારસાગત કાર્યો કરનાર લોકોને સારો અવસર મળી શકે છે. ધનને લગતો મામલો ખાસ ધ્યાન ખેંચી શકે છે.

શું કરવુંઃ- ગાયને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

વિરાસતની રાજનીતિ કરનાર લોકોને વધારે અનુકૂળતા શક્ય છે. રોમાન્સનો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને જલેબી ખવડાવો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

લગ્ન થવાના બાકી હોય તો આ દિશામાં પ્રગતિ થઇ શકે છે. સગાઈ નથી થઇ તો થઇ શકે છે. મોસાળ પક્ષ સાથે સંબંધ સુધરશે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો