ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 5 ચિલત અંકઃ- 6
આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર અને અંક 6ની અંક 7 સાથે મિત્ર યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
કારોબારી દૂરની યાત્રાની તક મળી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સંવાદદાતાઓને વધારે અનુકૂળતા રહી શકે છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના પાંચ લાડવા ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
જો કમરનો કોઈ જૂનો ઘાવ હોય તો પરેશાન કરી શકે છે. ઓફિસમાં સહયોગીનો વ્યવહાર વિચિત્ર લાગી શકે છે. નજીકના પરિજનોનો વ્યવહાર અનુકૂળ ન રહેવાથી તણાવ રહેશે.
શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
કોઈ ખાસ અભિયાનમાં સફળતાના લક્ષણ જોઈને મન ઉત્સાહિત રહી શકે છે. અધિકારીઓનું અતિક્રમણ કરવાથી બચવું. સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
શું કરવુંઃ- શ્રી હનુમત સ્તવનનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
રમકડાની કંપનીઓ માટે સમય પક્ષનો છે. પાર્ટનરશિપમાં વધારે ભાગદોડ કરવાથી બચવું. તમારી મહત્ત્વકાંક્ષી યોજનાઓને ભવિષ્ય માટે બચાવીને રાખો.
શું કરવુંઃ- ભીષ્મસ્તૃતિનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વાસ્તુ નિષ્ણાતો માટે કારોબાર વિસ્તાર કરવાનો અનુકૂળ દિવસ છે. મેડિકલ કાઉન્સલરો પોતાના વર્તમાન કારોબારીમાં કોઈ અન્ય કારોબારને જોડવા ઇચ્છે તો પણ સમય પક્ષનો છે.
શું કરવુંઃ- પાણીમાં દૂર્વા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવું. લાલથી દૂર રહો. ધનની લેવડ-દેવડમાં સાવધાની રાખો. કોઈપણ ચેક સાઇન કરતા પહેલાં તમામ વાતો તપાસી લો.
શું કરવુંઃ- શિવલિંગનો મીઠા દૂધથી અભિષેક કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગૃહિણીઓ માટે પ્રસન્ન રહેવાની વાત સામે આવી શકે છે. કુંવારા લોકોના લગ્નના મામલે ખાસ પ્રગતિ થઇ શકે છે. આંખને આરામ આપો.
શું કરવુંઃ- ગાયને રોટલી આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
વિદેશમાં કોરોબારમાં ફેલાવવાનું વિચારી રહ્યો છો તો આ દિશામાં આગળ વધો. તમારી ગુપ્ત યોજનાને દરેક વ્યક્તિ સામે ઉજાગર કરશો નહીં. માથાનો દુખાવો થઈ શકે છે.
શું કરવુંઃ- કૂતરાને જલેબી ખવડાવો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
તમારા નજીકના પરિજનો પાસેથી તમારા અધિકારોથી બહાર જઈને સહયોગની આશા ન રાખો. મિત્રનો વ્યવહાર અજીબ લાગી શકે છે.
શું કરવુંઃ- શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.