5 જૂનનું અંક ભવિષ્ય:રવિવારે અંક 8ના લોકોના વિચારેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે, આ દિવસે શ્વાનને જલેબી ખવડાવવી શુભ રહેશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ; અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ; અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

વિદેશથી લાભ શક્ય છે. વિદેશી કંપની સાથે કામને લગતો તાલમેલ સારો થઈ શકે છે. રેડીમેડ કાપડના વેપારીઓને લાભની સ્થિતિ રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના પાંચ લાડવા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોને સારું કામ મળી શકે છે. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને વધારે અનુકૂળતા રહી શકે છે. બિનજરૂરી ચિંતાઓને હાવી થવા દેશો નહીં.

શું કરવુંઃ- સ્ત્રી પિતૃઓનું પૂજન કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જે ભવિષ્યમાં સારું ફળ આપી શકે છે. દૂરની યાત્રા થઈ શકે છે. સુવિધાઓ એકઠી કરવામાં ખર્ચ કરી શકો છો.

શું કરવુંઃ- શ્રી હનુમત્ સ્તવનનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ઘીનો થોક કારોબાર લાભ આપી શકે છે. સામાજિક વિષય અંગે દિવસ ખૂબ જ સારો રહી શકે છે. કરિયરમાં લાભ થઈ શકે છે.

શું કરવુંઃ- ભીષ્મસ્તૃતિનો પાઠ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

બજારની ભાગદોડ કમાણી કરાવી શકે છે. કાર્યસ્થળે તમારા ઉચ્ચ અધિકારી તમારાથી પ્રસન્ન રહી શકે છે. લોહીની ખામીને લગતી સમસ્યાને લઇને સાવધાન રહો.

શું કરવુંઃ- પાણીમાં દૂર્વા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સજાવટી ઘરેણાના કારોબારીઓ લાભ કમાઇ શકે છે. કરિયરને લગતા અનિર્ણયની સ્થિતિ પરેશાન કરી શકે છે. માંસપેશીઓનો દુખાવો રહેશે.

શું કરવુંઃ- શિવલિંગનો મીઠા દૂધથી અભિષેક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

પ્લાસ્ટિક ફર્નીચરનું કામ વધારે અનુકૂળતા આપી શકે છે. પાસપોર્ટને લગતી ગતિવિધિમાં સફળતા મળી શકે છે. કારોબાર લાભ આપી શકે છે.

શું કરવુંઃ- ગાયને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલાં સ્વયંસેવી સંગઠનોના સંચાલનને લગતી સમસ્યા રહી શકે છે. ન્યૂરો ડોક્ટરોને કરિયરમાં લાભ થઈ શકે છે.

શું કરવુંઃ- શ્વાનને જલેબી ખવડાવો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ફેક્ટરી કે દુકાનના વિસ્તાર માટે જમીન કે ભવન લેવા ઇચ્છો છો તો આગળ વધો. સમય પક્ષનો છે. છેલ્લી કારોબારી યાત્રાનું પરિણામ મળી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને લોખંડની વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો