તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 એપ્રિલનું અંક ભવિષ્ય:અંક 9ના જાતકો પર સમય મહેરબાન રહેશે, પ્રતિષ્ઠામાં વધારો થશે, પોતાના આવેશ પર અંકુશ રાખવો

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ મૂળાંકઃ 4, ભાગ્યાંકઃ 4, દિનસનોઅંકઃ 1, 4, મહિનાનો અંકઃ 4, ચલિત અંકઃ 9

વિશિષ્ટ યુતિઃ અંક 1ની અંક 4ની સાથે વિરોધી યુતિ તથા અંક 1-4ની અંક 9ની સાથે પરસ્પર સમભાવ યુતિ

*******

અંક:- 1 જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગૃહિણીઓને ખાસ ખરીદીની તક મળશે. કરિયર સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. ઘુંટણમાં દુખાવો થઈ શકે છે. શું કરવું: શિવ મહિમ્નસ્તોત્રના પાઠ કરવા મહત્ત્વપૂર્ણ અંકઃ 2 મહત્ત્વપૂર્ણ રંગઃ સફેદ ********* અંકઃ- 2 જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

વીમા ક્ષેત્રના કર્મીઓએ સંભાળીને કામ કરવું. બ્લડ સુગરના દર્દીઓએ વધુ સાવચેતી રાખવી. સ્વાસ્થ્યમાં નરમાઈ આવી શકે છે. શું કરવું: શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્તોત્રનું પઠન કરવું મહત્ત્વપૂર્ણ અંકઃ 9 મહત્ત્વપૂર્ણ રંગઃ લાલ ********* અંક:- 3 જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ન્યૂઝપેપર તથા મેગેઝિન વિક્રેતાઓ માટે સમય સારો છે. ચિંતાઓ સમાપ્ત થઈ શકે છે. મનોબળ મજબૂત રાખો. શું કરવું: પાણીમાં ચંદન નાખીને સૂર્ય દેવને અર્ધ્ય ચઢાવો મહત્ત્વપૂર્ણ અંકઃ 1 મહત્ત્વપૂર્ણ રંગઃ ગોલ્ડન ********* અંકઃ- 4 જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મંત્રીઓના અંગત સચિવ પદ પર કાર્યરત લોકોએ સમય સાચવીને પસાર કરવો. માત્ર રૂટીન કામ કરો અને મોટા નિર્ણય ભવિષ્ય માટે ટાળી દો. બ્લડપ્રેશરના દર્દી હો તો વિશેષ સાવચેતી રાખો. શું કરવું: અનાથાશ્રમમાં ભોજન માટે ધન દાનમાં આપો મહત્ત્વપૂર્ણ અંકઃ 6 મહત્ત્વપૂર્ણ રંગઃ ક્રીમ ********* અંક:- 5 જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

અનાજની ઉપજનું સંતુષ્ટિજનક ભાવ મળવો મુશ્કેલ છે. બેકરી સાથે જોડાયેલા લોકો માટે ધીરજનો સમય છે. માનસિક સ્ટ્રેસ રહી શકે છે. શું કરવું: શનિ દેવને કાળું કપડું ચઢાવો મહત્ત્વપૂર્ણ અંકઃ 8 મહત્ત્વપૂર્ણ રંગઃ બ્લેક ********* અંકઃ- 6 જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

અવિવાહિત મોટી ઉંમરની મહિલાઓ માટે કાર્યસ્થળ પર પ્રતિકૂળતા આવી શકે છે. કાર્યક્ષમતા પર અસર થશે. ખોટી ચિંતાઓ થઈ શકે છે. શું કરવું: ઈષ્ટ દેવને પીળા રંગની મીઠાઈનો પ્રસાદ ધરાવો મહત્ત્વપૂર્ણ અંકઃ 6 મહત્ત્વપૂર્ણ રંગઃ યલો ********* અંકઃ- 7 જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

પ્રિન્ટ મીડિયામાં એડિટર હોય તેમના માટે સારો સમય છે. કામ વધારવાનું વિચારતા હો તો સમય સારો છે. કમરમાં દુખાવો થઈ શકે છે. શું કરવું: ગણેશ ભગવાનને મૂષકની મૂર્તિ કે ચિત્ર ચઢાવો મહત્ત્વપૂર્ણ અંકઃ 5 મહત્ત્વપૂર્ણ રંગઃ લીલો ********* અંકઃ- 8 જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સરકારી સંસ્થામાં ભોજન સામગ્રીના કોન્ટ્રાક્ટર્સ માટે સમય વધુ સારો સાબિત થશે. મોટાભાઈ સાથેના સંબંધ પર ખાસ ધ્યાન આપવું. વ્યર્થની વાતો પર વિચાર ના કરો.

શું કરવું: બળદને રોટલી ખવડાવો મહત્ત્વપૂર્ણ અંકઃ 7 મહત્ત્વપૂર્ણ રંગઃ જાંબલી ********* અંકઃ- 9 જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કોલસા અને લોખંડના વેપારીઓ માટે સમય મહેરબાન બની શકે છે. પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. પોતાના આવેશ પર અંકુશ રાખો. શું કરવું: ભૈરવ બાબાને વરખ ભેટમાં ચઢાવો મહત્ત્વપૂર્ણ અંકઃ 4 મહત્ત્વપૂર્ણ રંગઃ વાદળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો