તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારનો ભાગ્ય અંક 9 રહેશે, અંક 2ના જાતકોએ શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરવો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 9 ચિલત અંકઃ- 5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 5ની અંક 9 સાથે પ્રબળ વિરોધી/વિરોધી યુતિ અને અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

જોબને લગતી યાત્રા થઈ શકે છે. દુર્ઘટનાને લઇને સાવધાન રહો. વિચારોમાં અસ્થિરતા રહી શકે છે.

શું કરવુંઃ- શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કન્ફેક્શનરી અને બેકરી વસ્તુઓના કારોબારીઓ માટે સમય પક્ષનો સિદ્ધ થઈ શકે છે. જેવા છો તેવા જ રહો. સાંધાનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

આઈ ટી સાથે જોડાયેલાં લોકોને જોબના મામલે ખાસ સાવધાની જાળવવી પડશે. પરિવારનો વ્યવહાર સહયોગ આપનાર રહી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પોલીસમાં કોઈ મામલો હોય તો પરેશાની વધી શકે છે. લોકો સાથે બિનજરૂરી રીતે વિવાદમાં પડશો નહીં. બેચેની વધારે રહી શકે છે.

શું કરવુંઃ- અનાથાલયમાં ભોજન માટે ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વારસાગત સંપત્તિને લગતા મામલે અનુકૂળતા રહી શકે છે. પારિવારિક મોર્ચે સુખદ સ્થિતિ રહી શકે છે. માથાનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

મહિલાના નામે કરવામાં આવતું કામ લાભ આપી શકે છે. ક્લાર્ક ગ્રેડના લોકો ઉપર સમયની કૃપા રહી શકે છે. નાકને લગતી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને પીળી મીઠાઈનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

દૂરની યાત્રા શક્ય છે. કોઈ મોટું કામ બની શકે છે. થાક વધારે રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મૂષકની મૂર્તિ ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

તમારા ઇરાદા ઉપર વિશ્વાસ રાખો. તમારા વિચારો યોગ્ય સાબિત થશે. મહિલા બોસને વધારે અનુકૂળતા રહેશે. બ્લડ પ્રેશર પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ભેંસને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પ્રોપર્ટીના કારોબારીઓને થોડી પ્રતિકૂળતા અનુભવ થઈ શકે છે. સંપત્તિને લગતા સોદામાં વિઘ્ન આવી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી