4 નવેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 7ના જાતકોને ભાગ્યનો સાથ મળશે, મન પ્રસન્ન રહશે અને યાત્રા ફળદાયી રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કાર્યક્ષેત્રમાં ફેરફાર કરવાનું ઇચ્છો છો તો આ દિશામાં ભૂમિકા તૈયાર થઇ શકે છે. પદ-કદ વધી શકે છે. મિત્રો સાથે સમય પસાર થઇ શકે છે.

શું કરવુંઃ- શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

નવું રોકાણ કરવા માગો છો તો કરી લો કેમ કે, સમય અનુકૂળ છે. કોઇ નજીકના પરિચિતના માધ્યમથી સારો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ભવિષ્યની યોજના ઉપર ઠોસ કાર્ય હાલ કરી શકો છો. તમારી અધિકારી મહિલા છે તો વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

તમારી વ્યવસ્થામાં પરિવર્તન કરવા ઇચ્છો છો તો કરી શકો છો, સમય મહેરબાન છે. યાત્રા લાભકારી સિદ્ધ થઇ શકે છે.

શું કરવુંઃ- અનાથાલયમાં ભોજન માટે ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પિતૃપક્ષ સાથે સંબંધને લઇને વિશેષ ધ્યાન રાખો. તમારા પ્રભુત્વમાં વધારો થઇ શકે છે. પરિજનો સાથે સમય પસાર થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કોઇ નજીકના પરિજનને લગતી ખાસ ચિંતા થઇ શકે છે. કાર્યસ્થળમાં સહયોગીઓના વ્યવહારથી દુઃખી થઇ શકો છો.

શું કરવુંઃ- આરાધ્ય દેવને પીળી મીઠાઈનો ભોગ ધરાવવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

યાત્રા વિશેષ લાભકારી રહી શકે છે. ભાગ્ય ઘણું આપી રહ્યું છે. સ્વીકાર કરી લો. મન પ્રસન્ન રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મૂષકની મૂત્રિ ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

જે હાથમાં છે, તેને સાચવીને રાખવામાં જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થઇ શકે છે. બ્લડ શુગરના શિકાર લોકોએ વિશેષ સાવધાની જાળવવી.

શું કરવુંઃ- ભેંસને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

નજીકના લોકોના સહયોગથી કોઇ અટવાયેલું કામ આગળ વધી શકે છે. અચલ સંપત્તિના વેપારીઓને વિશેષ લાભ મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સાત્વિક વરક ભેટ કરો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી