4 જુલાઈનું અંક ભવિષ્ય:રવિવારે અંક 2ના જાતકોએ ધનની લેવડ-દેવડમાં સાવધાન રહેવું, અંક 3 માટે સમય અનુકૂળ રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4 સાથે અંક 2ની પ્રબળ મિત્ર યુતિ અને અંક 5ની મિત્ર/પ્રબળ મિત્ર યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

સરકારી સપ્લાયરોએ સાવધાન રહેવાની જરૂરિયાત છે. સર્જિકટ વસ્તુઓના નિર્માતાઓ માટે લાભકારી સ્થિતિ રહેશે.

શું કરવુંઃ- શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ધનની લેવડ-દેવડમાં સંપૂર્ણ ધ્યાન રાખો. કોઇ છેલ્લી લેવડ-દેવડ દુઃખી કરી શકે છે. વાસી ભોજન કરવું નહીં

શું કરવુંઃ- શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કોઇ ખાસ તપાસમાં અધિકારીઓ માટે સમય અનુકૂળદાયી સાબિત થઇ શકે છે. તમારા અધિકારીઓ સાથે વિવાદ કરશો નહીં.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

સરકારી પક્ષ સમસ્યા વધારી શકે છે. પ્રમોશનનો મામલો અટકી શકે છે.

શું કરવુંઃ- અનાથાલયમાં ભોજન માટે ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સરકારી પક્ષ સાથે પ્રતિકૂળતા રહેશે. પ્રમોશનનો મામલો હાલ પક્ષમાં આવે તેવું જોવા મળી રહ્યું નથી.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડાં ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

તમારા નેતૃત્વમાં પારિવારિક જવાબદારી યોગ્ય રીતે પૂર્ણ થશે. મહિલા અધિકારીઓ માટે સમય શુભ રહેશે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને પીળી મીઠાઈનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ખાસ લોકો સાથે મળવાનું થઇ શકે છે. ભાગદોડ વધારે રહેશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મૂષકની મૂર્તિ ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

જો અસ્થાયી રૂપથી નોકરી પર જોડાયેલાં છો તો સ્થાયી થવાની દિશામાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે. કોઇ વિશિષ્ટ વ્યક્તિના આશીર્વાદ મળી શકે છે.

શું કરવુંઃ- ભેંસને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

દરેક વાતની તરત પ્રતિક્રિયા આપશો તો કામ ખરાબ થઇ શકે છે. તમારાથી મોટા વ્યક્તિ સાથે ખોટી જિદ્દ કે વિવાદમાં પડશો નહીં.

શું કરવુંઃ- ભૈરવ બાબાને માલીપાન કે સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી