4 ઓગસ્ટનું અંક ભવિષ્ય:ગુરુવારનો દિવસ અંક 1ના જાતકો માટે લાભકારી રહેશે, આ અંકના લોકોએ શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરવો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 8 ચિલત અંકઃ-1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 8ની અંક 9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

અનાજના કારોબારીઓ માટે સમય લાભકારી રહી શકે છે. કામ કરવાની રીતમાં આળસ કરશો નહીં. પરિવારના લોકો સાથે તાલમેલ સારો રહી શકે છે.

શું કરવુંઃ- શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

મહિલા રાજનેતાઓ માટે ઉન્નતિકારી સમય છે. કાર્યને લગતી યાત્રા થઈ શકે છે. પરિવારના લોકોનો સાથ સુખ આપી શકે છે. ગાડી ચલાવતી સમયે સાવધાની રાખો.

શું કરવુંઃ- શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

કારોબારી મામલે તમારી ગણતરી અને વિચાર યોગ્ય સાબિત થશે. કોઈ મહિલા મિત્રના કારણે વધારે અનુકૂળતા રહી શકે છે. પાચનનો મામલો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

લાકડાના ફર્નીચર કારોબારી મોટો ઓર્ડર પ્રાપ્ત કરી શકે છે. નજીકના પરિચયમાં કોઈ ખાસ આયોજનમાં જવું પડી શકે છે. દૂરની યાત્રા શક્ય છે. શારીરિક થાક વધારે રહી શકે છે.

શું કરવુંઃ- અનાથાલયમાં ભોજન માટે ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

પહેલાં કરેલું કોઈ કામ હવે સફળતા તરીકે સામે આવી શકે છે. પત્નીના નામથી કરવામાં આવી રહેલું કામ લાભ આપી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ઉધાર ચૂકવવામાં પરેશાની ઊભી થઈ શકે છે. ધન અટકી જવાથી દુઃખી થઈ શકો છો. પારિવારિક દૃષ્ટિએ ખેંચતાણની સ્થિતિ રહી શકે છે. પીઠનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને પીળી મીઠાઈનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

સ્ટેશનરી કારોબારી વધારે અનુકૂળતા અનુભવ કરી શકે છે. સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો આજે કરાવી શકો છો. ડિપ્રેશનમાં હશો તો રાહત મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મૂષકનું ચિત્ર ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કોર્ટના મામલે પ્રતિકૂળતા રહી શકે છે. વિવાદમાં ગુંચવાયેલાં રહેશો નહીં. આવેશમાં આવીને કોઈ નિર્ણય લેશો નહીં.

શું કરવુંઃ- ભેંસને રોટલી આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

રાજનેતાઓના અંગત સચિવોને વધારે અનુકૂળતા રહી શકે છે. સિવિલ એન્જીનિયરોને જોબ મામલે ખાસ સાવધાની જાળવવી પડશે. પરિવારનો વ્યવહાર સહયોગ આપનાર રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સાત્વિક વરક ભેટ કરો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

અન્ય સમાચારો પણ છે...