31 ઓક્ટોબરનું અંક ભવિષ્ય:સોમવારે અંક 7ના જાતકોને ધનલાભના યોગ બનશે, આ અંકના લોકોએ આજે હનુમાનજીની પૂજા કરવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 31 ઓક્ટોબરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- આજના દિવસની શરૂઆત સારી થશે. કામકાજ હોય કે પારિવારિક સુખ માટે આજનો દિવસ સારો રહેશે. દિવસ શુભ રહેશે. આદે કાર્યક્ષેત્રમાં પ્રભાવ સારો જળવાશે. ધનલાભ સારો થઈ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ભેટ કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- આજે ભાગ્ય તમારી સાથે છે, માંગલિક કામમાં સહભાગી થઈ શકો છો. તમારી વાણી મધુર રહેશે જેના કારણે અન્ય લોકો તમારી તરફ આકર્ષિક થઈ શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આજે કામકાજમાં સફળતા મળશે. કોઇ નવો વેપાર શરૂ કરવાનો વિચાર મનમાં આવી શકે છે અથવા તેને હકીકતનું સ્વરૂપ આપી શકે છે. આજે ભાગ્ય તમારો સાથ આપી શકે છે.

શું કરવુંઃ- ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- આજે મન પ્રસન્ન રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. યાત્રાનો લાભ ઉઠાવશો. કામકાજમાં સારો નફો થશે. આજે તમારા સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે.

શું કરવુંઃ- ભગવાન વિષ્ણુની આરાધના કરો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- આજે પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. તમને તમારી મહેનત અને સમજદારીથી જીવનને સુખમય બનાવવામાં મદદ મળશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યના વખાણ થશે.

શું કરવુંઃ- યોગ પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- આજે તમે ઉત્સાહથી ભરપૂર જોવા મળશો, ભાગ્ય તમને સાથ આપી શકે છે. કામકાજમાં જોશ જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓને પ્રતિયોગિતા ક્ષેત્રમાં સફળતા મળશે.

શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે તમે આખો દિવસ ફ્રેશ રહેશો, નોકરીમાં સફળતા મળશે. વેપારમાં ધનલાભ થશે. આજે તમને ભાગ્યનો સાથ મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ તમારા માટે યાદગાર રહેશે. તમે મીઠી વાણીની મદદથી તથા પોતાની ચતુરાઈથી કામમાં સફળતા પ્રાપ્ત કરશો. આજનો દિવસ કામકાજની દૃષ્ટિએ સારો રહેશે.

શું કરવુંઃ- ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- આજનો દિવસ કાર્યક્ષેત્રમાં આવી રહેલી પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. તમારા બધા જ કામ સફળ રહેશે. આજે કારોબારમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

અન્ય સમાચારો પણ છે...