31 માર્ચનું અંક ભવિષ્ય:મંગળવારનો ભાગ્યશાળી અંક 2 રહેશે, અંક 1ના જાતકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો

ધર્મ દર્શન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4       ભાગ્ય અંકઃ- 2     દિવસનો અંકઃ- 9    મહિનાનો અંકઃ- 3       ચિલત અંકઃ- 9

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 2 ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ અને અંક 4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9ની અંક 2 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ રહેશે.

અંકઃ-1
પ્રશાસનિક અધિકારીઓને કરિયરમાં વધારે અનુકૂળતા રહેશે. લાંબા સમયથી જે ભાગ્યદયકારી અવસરની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં, તે મળી શકે છે. તમારા આવેશ અને આવેગ ઉપર નિયંત્રણ રાખો.
શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------

અંકઃ-2
ખાદ્ય સંબંધિત કાર્યક્રમોમાં ગેર સરકારી સંગઠનોએ વધારે સાવધાની રાખવી પડશે. તમે જ જાતે ઊભી કરેલી સમસ્યામાં ગુંચવાયેલાં રહેશો. ખોટી ચિંતાઓથી બચવું.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનું ચૂરમું ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------

અંકઃ-3
પૂર્ણ મનોરથ સાથે ઉપલબ્ધ થતાં અવસર માટે તૈયાર થઇ જાવ. કોઇ નજીકના પરિચિતના કારણે સફળતા મળવામાં મદદ થઇ શકે છે. માથાનો દુખાવો દુઃખી કરી શકે છે.
શું કરવુંઃ- ભૈરવબાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------

અંકઃ-4
યાત્રા સાથે સંબંધિત કારોબાર કરતાં લોકો માટે સારો અવસર મળશે. હોટલ-મોટલ, ઢાબા અને રેસ્ટોરાં માટે સમય લાભકારી સિદ્ધ થઇ શકે છે. બ્લડ પ્રેશરના શિકાર છો તો આ મામલે વધારે સજાગતા રાખો.
શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં બાંધીને કાળા તલ ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------

અંકઃ-5
નોકરી અથવા કોઇ વિશિષ્ટ સંસ્થાનમાં પ્રવેશ માટે આપેલાં સાક્ષાત્કારમાં સફળતા મળી શકે છે. રેડીમેડ ગારમેન્ટનું કામ કરતાં લોકો માટે સારો સમય છે.
શું કરવુંઃ- જળમાં દૂર્વા નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------

અંકઃ-6
વ્યાજ પર ધન આપનાર લોકો માટે ધૈર્યનો સમય છે. સ્વાસ્થ્યને લગતાં કોઇ ખર્ચ થઇ શકે છે. પરિવારની સુખ-સુવિધાઓ માટે ખર્ચ કરવાની યોજના બની શકે છે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગળ્યું દૂધ ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------

અંકઃ-7
પેટ્રો-કેમિકલ પદાર્થોના કારોબારીઓ માટે સમય પરીક્ષાનો રહેશે. નજીકના લોકો સાથે સંબંધોમાં ખટાશ આવે નહીં તેનું ધ્યાન રાખવું. લોકો વિશે ટિપ્પણી કરતી સમયે સાવધાની રાખવી.
શું કરવુંઃ- ઘર-પરિવારમાં દીકરીને રસદાર મીઠાઈ ખવડાવો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------

અંકઃ-8
ભવિષ્યમાં વિદેશ જવાની યોજના બની શકે છે. મલ્ટી નેશનલ કંપનીમાં ટોચના પદ ઉપર કાર્યરત લોકોને વધારે અનુકૂળતા રહેશે. પૂર્વમાં નિર્ધારિત દૂરની યાત્રા રદ્દ થઇ જવાથી દુઃખ થશે.
શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------

અંકઃ-9
જમીન સંબંધી જે કામ માટે લાંબા સમયથી ભાગદોડ કરી રહ્યા હતા, તે કામ પૂર્વ થવા વિશે મહત્ત્વપૂર્ણ સમાચાર મળી શકે છે. કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે વિશિષ્ઠ વાર્તાલાપ થઇ શકે છે.
શું કરવુંઃ- ભેંસને રોટલી ખવડાવો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

અન્ય સમાચારો પણ છે...