ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 7 ચિલત અંકઃ-1, 4
આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 7 સાથે મિત્ર યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ફેશન જગત સાથે જોડાયેલાં પિતૃદોષના લોકોને ઝટલો લાગી શકે છે. પિતૃપક્ષ સાથે તાલમેલ અંગે ખાસ ધ્યાન આપો.
શું કરવુંઃ- શનિદેવને કાળા તલ ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ઊનના કપડાના કારોબારીઓને લાભ થઈ શકે છે. કુંવારા લોકોને આ મામલે અનુકૂળતા રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
શું કરવુંઃ- શ્રીહનુમત્સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
નાટક-જગતના નિર્દેશકોના કામના વખાણ થઈ શકે છે. સરકારમાં અટવાયેલાં કામમાં ઉલ્લેખનીય પ્રગતિ થઈ શકે છે. કામની ભાગદોડના કારણે થાક વધારે રહેશે.
શું કરવુંઃ- વાછરડાને રોટલી આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
કામનું પરિણામ ઇચ્છા પ્રમાણે ન રહેવાથી બેચેની અનુભવ થશે. અન્ય ઉપર તરત જ ટિપ્પણી કરવાની વૃત્તિ ઉપર નિયંત્રણ રાખવું.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ચોલા ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
વન વિભાગના અધિકારીઓ માટે સમય સારો સિદ્ધ થઈ શકે છે. ઇચ્છિત સ્થાને ટ્રાન્સફર મામલે અનુકૂળતા રહી શકે છે. શ્વાસને લગતી સમસ્યામાં રાહતનો મામલો રહી શકે છે.
શું કરવુંઃ- બાળકોને મીઠાઈ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
કેટરિંગનું કામ કરનાર લોકોને વધારે અનુકૂળતા રહેશે. એડવર્ટાઇઝમેન્ટનું કામ કરનાર લોકોએ પોતાના કામ અંગે ધ્યાન આપવું. પેટનો દુખાવો રહેશે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને ઇમરતીનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
વારસાગત સંપત્તિને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તો નિરાશા મળી શકે છે. ઓફિસમાં કોઈપણ સહકર્મી સાથે વિવાદમાં ગુંચવાશો નહીં.
શું કરવુંઃ- સૂર્યદેવને અર્ઘ્ય આપીને તેનું જળ માથા ઉપર લગાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
લોન રિકવરી એજન્ટોએ સાવધાન રહીને કામ કરવું પડશે. સાસરિયા પક્ષ સાથએ સંબંધ સાચવીને રાખો. કમરનો દુખાવો પરેશાન કરી શકે છે.
શું કરવુંઃ- દેવી અર્ગલા સ્ત્રોતનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
કોલસાની ખાણના માલિકો માટે સમય ખૂબ જ સારો છે. કાર્યના પ્રસ્તાવમાં કોઈ નજીકના પરિચિત લાભની તક ઊભી કરાવી શકે છે. ગાડી ધ્યાનથી ચલાવો.
શું કરવુંઃ- સરસ્વતી દેવીને ચંદનનું તિલક કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.