તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

31 જુલાઈનું અંક ભવિષ્ય:શનિવારનો ભાગ્ય અંક 7 રહેશે, આ દિવસે અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 7 ચલિત અંકઃ- 1,4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

હોટેલ, મોટેલ અને રેસ્ટોરાં સાથે સંકળાયેલા લોકોને લાભ થઈ શકે છે. વધારે કામ રહેવાથી થાક લાગી શકે છે. કોઈ કામની ફુલપ્રૂફ યોજના બનાવવામાં સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- શનિ દેવને કાળા તલ ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

બ્લડ પ્રેશર કરતાં તુલનાત્મક રીતે મેદસ્વિતા ધરાવતા લોકોને ઉતાર-ચઢાવ જોવો પડી શકે છે. કાર્ય ક્ષેત્રના કામ માટે યાત્રા થઈ શકે છે. કોઈ વાત માટે ચિંતાતૂર ન થાઓ.

શું કરવુંઃ- ‘श्रीहनुमत्सहस्रनाम स्तोत्र’નો પાઠ કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

બેંક અને વીમા ફિલ્ડમાં બોસના પદે રહેલા લોકોને પરેશાની થઈ શકે છે. શારીરિક શિથિલતા રહેશે. તમારા કરતાં મોટી ઉંમરના લોકોને આપેલું ધન અટકી શકે છે.

શું કરવુંઃ- વાછરડાને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબલી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

અધિકારી વર્ગ માટે સ્થિતિ અનુકૂળ રહેશે. પિતાની મોટી કૃપા રહેશે. તમારા વિચારેલા પ્લાન અમલી બની શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કોઈ મહિલા મિત્ર અથવા સહયોગીને કારણે લાભ થઈ શકે છે. સામાજિક અથવા પારિવારિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધી શકે છે. નાક-કાન-ગળાં સંબંધિત સમસ્યાથી રાહત મળી શકે છે.

શું કરવુંઃ- સંતાનને મિઠાઈ ગિફ્ટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

લાંબા સમયથી જેની પ્રતીક્ષા કરતા હતા તે કામ સફળ થવાથી ખુશી મળશે. અટવાયેલું ધન મળી શકે છે. કોઈ મિત્રનો સારો સહયોગ મળી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ઈમરતીનો પ્રસાદ ચઢાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ઈલેક્ટ્રિકલ એન્જિયનિર્સને સારો અવસર મળી શકે છે. બોસની નજરમાં સારું સમ્માન મળશે. હથિયારના પ્રયોગથી બચો.

શું કરવુંઃ- સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરી તેનું જળ માથા પર લગાવો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- ગોલ્ડન

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

જે સરકારી કર્મચારી વિરુદ્ધ કોઈ તપાસ ચાલી રહી છે તેમના માટે સમય પ્રતિકૂળ રહી શકે છે. માથાનો દુખાવો થઈ શકે છે. મોટા દીકરાની કોઈ વાત દુ:ખી કરી શકે છે.

શું કરવુંઃ- ‘देवी अर्गला स्तोत्र'નો પાઠ કરવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

માનસિક દુર્બળતાને કારણે મુશ્કેલી રહી શકે છે. મહિલા બોસ માટે સમય અનુકૂળ રહેશે. ચામડી પર લાલ ચકામાની સમસ્યા આજે હેરાન કરી શકે છે.

શું કરવુંઃ- સરસ્વતી દેવીને ચંદનનો તિળક કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો