બુધવાર, 30 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. પિતા કે પિતાની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સંતાન તરફથી શુભ સમાચાર મળવાથી તણાવ દૂર થશે.
શું કરવુંઃ- મંગળવારે ગરીબોને વસ્ત્રનું દાન કરો
શુભ રંગઃ- સોનેરી
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ તમારા માટે લાભકારી સ્થિતિનું નિર્માણ કરશે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા હવે તમારી સામે આવી શકે છે જેનાથી ઘર અને સમાજમાં તમારું માન-સન્માન વધશે.
શું કરવુંઃ- શનિદેવની પૂજા કરો અને લોખંડનો સામાન ખરીદશો નહીં
શુભ રંગઃ- નારંગી
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- તમને અનુભવી અને પ્રભાવશાળી લોકો સાથે સમય પસાર કરવાની તક મળશે અને સામાજિક સીમાઓ પણ વધશે. લોકોની ચિંતા ન કરો અને પોતાના કામ ઉપર ધ્યાન આપો. તમને નવી સફળતા પણ મળી શકે છે.
શું કરવુંઃ- રવિવારે મીઠાનું સેવન ન કરો
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- સંબંધીઓ અને મિત્રો સાથે મેલજોલ અને મનોરંજનમાં એક સુખમય દિવય વિતશે. જો કોઈ ખાસ કાર્ય પૂર્ણ કરવા માટે યોજના બની રહી છે તો તમને સફળતા મળી શકે છે.
શું કરવુંઃ- ગાયને રોટલી અને લીલું ઘાસ ખવડાવો
શુભ રંગઃ- રીંગણી
શુભ અંકઃ- 5
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- અનુભવી લોકોના માર્ગદર્શન અને અનુભવનું પાલન કરવાથી તમારી ઉન્નતિના દ્વારા ખુલી શકે છે. કોઈપણ દુવિધા દૂર થવાથી યુવાઓ રાહતનો શ્વાસ લેશે. તમારામાંથી કોઈ મોટો નિર્ણય લેવાનું સાહસ પણ કરશે.
શું કરવુંઃ- કીડીઓને લોટ ખવડાવો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અંગે સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સમૃદ્ધ રહેશે. પરિવાર અને મિત્રોનો પણ સહયોગ મળશે. તમારી સ્થિર નાણાંકીય સ્થિતિ માટે તમારે રસ્તો શોધવાની જરૂરિયાત છે.
શું કરવુંઃ- કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન આપો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- આજનો દિવસ શુભ રહેશે. સ્થાન પરિવર્તન સાથે આવકમાં પણ વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. અધિકારીઓ પાસેથી સન્માન પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમ પ્રસંગો અંગે તમે એક અલગ દૃષ્ટિએ વિચારી શકો છો.
શું કરવુંઃ- શિવજાપ માળાનો પાઠ કરો
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- તમે પરિવારના લોકો સાથે સારો દિવસ વિતાવશો. તમે કોઈ સમારોહ કે ધાર્મિક આયોજનમાં સામેલ થઈ શકો છો. અભ્યાસના મામલે સ્થિતિ સારી રહેશે. તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું
શું કરવુંઃ- સોમવારના દિવસે શિવલિંગ ઉપર જળ ચઢાવવાથી માનસિક શાંતિ મળે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- દિવસની શરૂઆત સારી રહેશે. એટલે પોતાની મહત્ત્વપૂર્ણ યોજનાઓ ઉપર ધ્યાન આપો અને તરત કામ કરવાનું શરૂ કરી દો. ભાઈઓને પણ પોતાનું લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યોગ્ય સહયોગ મળશે.
શું કરવુંઃ- તુલસીજીને નિયમિત જળ અર્પણ કરો અને દીવો પ્રગટાવવો
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 8
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.