30 જુલાઈનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્ય અંક 6 રહેશે, આ દિવસે અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 7 ચિલત અંકઃ- 1,4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ, અંક 3ની અંક 6 સાથે મિત્ર/પ્રબળ યુતિ, અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 7ની સાથે મિત્ર યુતિ અને અંક 7ની અંક 1-4 પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

જો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તો સારા સમાચાર મળશે. કાનમાં દુખાવો રહેશે. ઇન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થીઓને જોબ મળી શકે છે.

શું કરવુંઃ- ગણપતિને ચંદનનો તિલક અને ચોખા ચઢાવવા.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

MNC કંપનીમાં કામ કરતા લોકોને લાભ થશે. વધારે સ્ટ્રેસ ના લેવો. કોઈ મિત્રની જવાબદારી તમે લઇ શકો છો.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલનાં તેલનો દીવો કરવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

વ્યાજે રૂપિયાના લેનારા માટે સારો સમય છે. કાર ચલાવતી વખતે ધ્યાન રાખવું.

શું કરવુંઃ- ધાર્મિક આયોજનમાં ધન ભેટ કરવું.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કોલ સેન્ટર પર કામ કરતી મહિલાઓને વધારે અનુકૂળતા રહેશે. નવી જોબ માટે અપ્લાય કરી શકો છો. ગળાનું ખાસ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- ગુરુએ આપેલા દિક્ષા મંત્રનો જાપ કરવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ભારે વાહનના વેપારીઓને વેપારમાં નુકસાન થશે. ડીલરશિપ, ફ્રેન્ચાઈઝી અને એજન્સી જોખમમાં પડી શકે છે. ગેસની તકલીફ થશે.

શું કરવુંઃ- ફેરા કરતા લોકોને ભેટ આપવી.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબલી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

રોકાયેલું કામ ફરીથી ચાલુ થવાથી ખુશી થશે. ભાગદોડ રહેશે. ખાણીપીણીમાં ધ્યાન આપવું.

શું કરવુંઃ- સિંદૂરની ડબ્બીનું દાન કરવું.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરતા હોવ તો તમારી તૈયારી વિશે કોઈને ના કહો. કફની તકલીફ થઈ શકે છે.

શું કરવુંઃ- પિતાને સ્પેશિયલ ગિફ્ટ આપો.

શુભ અંકઃ-1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

તમારી યોજના વિશે સરખો વિચાર કરીને જ આગળ વધવું. નજીકના લોકોનો સાથે મળશે. મન ભટકવા ના દેવું.

શું કરવુંઃ- હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરીને સુંદરકાંડના પાઠ કરવા.

શુભ અંકઃ-9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પ્લાસ્ટિકના વેપારીઓ માટે બિઝનેસ મોટો કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. પાંસળીનું ધ્યાન રાખવું.

શું કરવુંઃ- ભૈરવબાબાને નમકીન ચઢાવવું અને સરસવના તેલનો દીવો કરવો.

શુભ અંકઃ-4

શુભ રંગઃ- વાદળી

અન્ય સમાચારો પણ છે...