શનિવાર, 3 સપ્ટેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- આજે શુભ પરિણામ પ્રાપ્ત થશે. તમે પોઝિટિવ વિચાર રાખશો. તમે લોકોને પ્રભાવિત કરવા માટે પોતાના સંચાર કોશલનો ઉપયોગ કરશો.
શું કરવુંઃ- માતા લક્ષ્મીની પૂજા કરો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- આજનો દિવસ ઉત્કૃષ્ટ પરિણામદાયક છે. પરીક્ષા કે પ્રતિયોગિતાના માધ્યમથી નોકરીની શોધ કરનાર અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવાના ઇચ્છુક લોકોએ સતત કોશિશ કરવી જોઈએ.
શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- નાણાકીય દૃષ્ટિએ દિવસ શુભ છે અને મહત્ત્વપૂર્ણ લાભ પ્રાપ્તિ શક્ય છે. ઉદ્યોગ અને વ્યવસાયી એક નવા સંઘ કે પાર્ટનરશિપમાં પ્રવેશ કરી શકે છે.
શું કરવુંઃ- માતા સરસ્વતીની પૂજા કરો
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 9
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- આજે તમે થોડા પડકારનો સામનો કરી શકો છો, પરંતુ છેલ્લે દરેક બાબત તમારા પક્ષમાં રહેશે. દિવસની ગતિવિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને પોઝિટિવ વાતચીત સ્થાપિત કરવા માટે પગલાં ઉઠાવશો.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર દૂધ ચઢાવો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- તમારા ધનની વૃદ્ધિ અને વ્યાવસાયિક સ્થિતિમાં ઉત્થાન શક્ય છે. તમે બધા પ્રકારના ભૌતિક સુખનો આનંદ લેશે અને નવું અધિગ્રહણ થઈ શકે છે.
શું કરવુંઃ- કીડીઓને લોટ ખવડાવો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. તમે જટિલ સમસ્યાઓનું સમાધાન મેળવશો. એવા મજબૂત સંકેત છે કે તમે એક નવા ઉદ્યોગમાં પ્રવેશ કરશો.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર જળ ચઢાવવું
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 8
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- તમે આર્થિક તક પ્રાપ્ત કરી શકશો. થોડા નવી પરિચિતો દ્વારા દગો મેળવવાથી બચવા માટે પોતાના વિકલ્પોને સમજદારી સાથે પસંદ કરશો.
શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- આજે ભાગ્ય તમારી સાથે રહેશે. મુશ્કેલીઓ દૂર થશે અને અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે. નાણાકીય મામલાઓમાં તમારા માટે વ્યવસ્થિત કામ કરવું ફાયદાકારક અને લાભકારી રહેશે.
શું કરવુંઃ- ભગવાન વિષ્ણુની આરાધના કરો
શુભ રંગઃ- જાંબુડિયો
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- આજે તમને થોડા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. તમે ઘણું પ્રાપ્ત કરવા ઇચ્છો છો પરંતુ જો તમે ઉતાવળમાં નિર્ણય લેશો તો તમને નુકસાન થશે.
શું કરવુંઃ- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 6
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.