3 જૂનનું અંક ભવિષ્ય:શુક્રવારનો ભાગ્ય અંક 6 રહેશે, આ દિવસે અંક 3ની અંક 5-6 સાથે મિત્ર-પ્રબળ વિરોધી યુતિ રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 6 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-5

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

લાંબા સમયથી ચાલી રહેલી કારોબારી ચિંતા હવે દૂર થઈ શકે છે. પરિજનો સાથે સમય પસાર કરી શકો છો. કમરનો દુખાવો થઈ શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સૂચના અને પ્રસારણ વિભાગના અધિકારીઓ માટે શુભ સૂચનાદાયક સમય છે. ઉતાવળથી વ્યવસાયિક કામ ખરાબ થઈ શકે છે.

શું કરવુંઃ- પાણીમા સફેદ ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

સામાજિક સ્તરે પ્રતિષ્ઠા વધી શકે છે. સરકારી સોફ્ટવેર સપ્લાયરોને સારો લાભ થઈ શકે છે. વધારે તેલવાળા ભોજનથી બચવું.

શું કરવુંઃ- શ્રીગણેશ સહસ્ત્રનામસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કરિયરના મામલે કોઈ ખાસ અને યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લઇને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરો. સરકારી ઠેકો મેળવવા માટે સફળતા હાથ લાગી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કોઈ ખાસ સંસ્થામાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપી રાખ્યું છે તો પરિણામમાં અનુકૂળતા રહી શકે છે. કોઈ ખાસ મિત્ર માટે ધન ખર્ચ કરી શકો છો.

શું કરવુંઃ- હનુમાનજીને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

જે લોકોને તમારા સાથી માનતાં હતાં, તેમના થોડા અજીબ પહેલૂ સામે આવવાથી માનસિક તણાવ રહી શકે છે. નજીકના લોકો પાસેથી પોતાની રહસ્યની વાત કહેવામાં સાવધાની જાળવો.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે કરિયરને લગતા મામલે વધારે અનુકૂળતા રહી શકે છે. ઇવેન્ટ મેનેજમેન્ટના લોકોને કોઈ સારી તક મળી શકે છે. પાંસળીઓમાં દુખાવાના મામલે સાવધાની જાળવવી.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જળ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

કાર્યક્ષેત્રમાં પોતાની કોઈ પૂર્વ નિર્ણય કે યોજનામાં પરિવર્તન કરવું પડી શકે છે. જોબ બદલવાનો વિચાર કરી શકો છો. કાનનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને કચોરી-સમોસા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ભવન નિર્માણ સામગ્રીના કોરોબારીઓને સારી સફળતા મળી શકે છે. રાજનીતિમાં કરિયર બનાવનાર લોકોને અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ