ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 5
આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5-6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
સમય મહેરબાન છે. કોઇ મોટી યોજના ઉપર કામ કરી રહ્યા છો તો સમય અનુકૂળ છે. કોઇ મોટા વ્યક્તિ પાસેથી કોઇ કામ કઢાવવાનું છે તો બપોર પહેલાં તેમને મળવું.
શું કરવુંઃ- આરાધ્ય દેવનું વિશેષ પૂજન કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
પગની નસમાં દુખાવો રહેશે. નાકથી લોહી વહેવાના મામલે ખાસ સાવધાની જાળવવી પડશે.
શું કરવુંઃ- પાણીમાં સફેદ ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
જે જેવું ચાલી રહ્યું છે, તેવું જ ચાલવાં દેવું. ભાગદોડ કરશો નહીં. બેરોજગારને જોબના મામલે ઝટકો લાગી શકે છે. મોટી ઉંમરના વ્યક્તિ સાથે કામ કરી રહ્યા છો તો શાંત રહો.
શું કરવુંઃ- શ્રી ગણેશ સહસ્ત્રનામનો પાઠ કરો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
બાળક અંગે શુભ સમાચાર મળી શકે છે. કોઇ નજીકના મિત્રના કાણે યાત્રા કરવી પડી શકે છે. થોડાં વિચારેલાં કામ થવાના આધાર બનવાના કારણે મન પ્રસન્ન રહેશે.
શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
આઈ.ટી. ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને પ્રમોશન કે પ્રમોશન જેવો અવસર મળી શકે છે. પાતળા શરીર, લાંબા ચહેરાવાળા વ્યક્તિ છો તો આ અવસરની અનુકૂળતાનો લાભ વધારે મળી શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને સાત્વિક વરક ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ઘર-દુકાન કે ઓફિસમાં સમારકામ કે ફેરબદલ કરવા માંગો છો તો આજે કરી શકો છો. કોઇ નવી ફ્રેન્ચાઇઝી-ડીલરશિપ કે એજન્સી લેવા માંગો છો તો તેને લગતી ગતિવિધિ આજે કરી શકો છો.
શું કરવુંઃ- શનિદેવને કાળા તલના લાડવા ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
શેરબજારમાં જૂનું રોકાણ લાભ આપી શકે છે. નવું રોકાણ કરવા માંગો છો તો સીમેન્ટ ક્ષેત્રમાં કરી શકો છો.
શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જશ ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ફેશન ડિઝાઇનિંગ સાથે જોડાયેલાં લોકો અને સુગંધિત પદાર્થોના વેપારીઓને સારો અવસર મળી શકે છે. જે આજે તમારું છે, તે કાલે પણ તમારું જ રહેશે. એટલે ધનનો બિનજરૂરી ખર્ચ ન કરો.
શું કરવુંઃ- ભૈરવ બાબને કચોરી-સમોસા ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ટ્રાન્સપોર્ટના કારોબારીઓને લાભ થઇ શકે છે. બૂટ, રબ્બરનું કામ કરનાર લોકો અને ટાયરના વેપારીઓને મોટો ઓર્ડર મળી શકે છે.
શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.