3 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારે અંક 3ના જાતકો માટે ગ્રહોની સ્થિતિ અશુભ રહી શકે છે, આજે આ લોકોએ થોડું સાવધાન રહેવાની જરૂર છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 3 ડિસેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- તમારો સમય ઉત્તમ છે. કરિયર, અધ્યાત્મ અને ધર્મની ઉન્નતિમાં તમે તમારી ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરી શકશો. તમારી સંવેદનશીલતા સમાજમાં તમને સન્માન અપાવી શકે છે.

શું કરવુંઃ- રોજ રાતે છેલ્લી રોટલી કાળા કૂતરાને ખવડાવી દો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- થોડાં સમયથી ચાલી રહેલી ભાગદોડથી રાહત મેળવવા માટે થોડો સમય પ્રકૃતિની નજીક પસાર કરો. શાંત વાતાવરણમાં રહેવાથી તમને નવી ઊર્જા અને જીવનશક્તિનો અહેસાસ થશે.

શું કરવુંઃ- કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- આ સમયે ગ્રહોની સ્થિતિ તમને સાવધાન કરી રહી છે કે તમારે તમારી નાણાંકીય યોજના સાથે જોડાયેલાં કાર્યો ઉપર ધ્યાન આપવું. ઘરમા કોઈ કુંવારી યુવતીના લગ્ન સાથે જોડાયેલી વાત થઈ શકે છે.

શું કરવુંઃ- ચંદનનું તિલક કરવું

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- તમે તમારી વાતો અને કાર્યશૈલીથી કોઈપણ કામ કરવામાં સફળ રહેશો અને તમનો યોગ્ય સફળતા પણ મળશે. જોકે, ભાગદોડના કારણે તમને થાક અનુભવ થશે પરંતુ કામની સફળતા થાક દૂર કરી શકે છે.

શું કરવુંઃ- શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવવું

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- તમે તમારા કાર્યોને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી શકશો. ભવિષ્યની યોજના ઉપર ગંભીરતાથી વિચાર કરી શકો છો. કોઈ ખાસ વસ્તુ ચોરી કે ગુમ થઈ શકે છે. તમારા સામાનનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- સફેદ વસ્ત્રોનું દાન કરો

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- તમને તમારી મહેનત અને લગનનું પૂર્ણ ફળ મળશે. કોઈપણ કામને યોજનાબદ્ધ રીતે કરો, સફળતા ચોક્કસ મળશે. યુવાઓ સાથે જોડાયેલી કોઈ સમસ્યાનું સમાધાન મળશે.

શું કરવુંઃ- પીપળાના ઝાડની નીચે દીવો પ્રગટાવવો

શુભ રંગઃ- સોનેરી

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- આજે તમે પરિવાર સાથે આરામથી દિવસ વિતાવવાના મૂડમાં રહેશો. બપોર પછીની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. તમારા કામ યોગ્ય રીતે પૂર્ણ થશે. સંતાનના સંબંધોમાં કોઈ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે.

શું કરવુંઃ- સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- આજે તમને કોઈ ઉપયોગી જાણકારી મળી શકે છે. પરિવારમાં છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી ગેરસમજ તમારી દખલ દ્વારા ઉકેલાઈ શકે છે. આર્થિક રીતે સમય અનુકૂળ છે.

શું કરવુંઃ- ગાયત્રી ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- રીંગણી

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- પારિવારિક વિવાદ પૂર્ણ થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. આ સમયે તમે અનેક ગતિવિધિમાં વ્યસ્ત રહેશો. તમારા અટવાયેલાં કાર્યો સરળતાથી પૂર્ણ થઈ જશે.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5