3 ડિસેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 1ના લોકો ઉપર સમય મહેરબાન રહેશે, જાતકોએ તેમના આરાધ્ય દેવનું પૂજન કરવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1 અને અંક 3માં પરસ્પર સમભાવ યુતિ રહેશે.

અંકઃ-1

સમય મહેરબાન છે. કોઇ મોટી યોજના ઉપર કામ કરી રહ્યા છો તો સમય અનુકૂળ છે. કોઇ મોટા વ્યક્તિ પાસેથી કોઇ કામ કઢાવવાનું છે તો બપોર પહેલાં તેમને મળવું.

શું કરવુંઃ- આરાધ્ય દેવનું વિશેષ પૂજન કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2

પગની નસમાં દુખાવો રહેશે. નાકથી લોહી વહેવાના મામલે ખાસ સાવધાની જાળવવી પડશે.

શું કરવુંઃ- પાણીમાં સફેદ ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે જેવું ચાલી રહ્યું છે, તેવું જ ચાલવાં દેવું. ભાગદોડ કરશો નહીં. બેરોજગારને જોબના મામલે ઝટકો લાગી શકે છે. મોટી ઉંમરના વ્યક્તિ સાથે કામ કરી રહ્યા છો તો શાંત રહો.

શું કરવુંઃ- શ્રી ગણેશ સહસ્ત્રનામનો પાઠ કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4

બાળક અંગે શુભ સમાચાર મળી શકે છે. કોઇ નજીકના મિત્રના કાણે યાત્રા કરવી પડી શકે છે. થોડાં વિચારેલાં કામ થવાના આધાર બનવાના કારણે મન પ્રસન્ન રહેશે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5

આઈ.ટી. ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને પ્રમોશન કે પ્રમોશન જેવો અવસર મળી શકે છે. પાતળા શરીર, લાંબા ચહેરાવાળા વ્યક્તિ છો તો આ અવસરની અનુકૂળતાનો લાભ વધારે મળી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સાત્વિક વરક ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6

ઘર-દુકાન કે ઓફિસમાં સમારકામ કે ફેરબદલ કરવા માંગો છો તો આજે કરી શકો છો. કોઇ નવી ફ્રેન્ચાઇઝી-ડીલરશિપ કે એજન્સી લેવા માંગો છો તો તેને લગતી ગતિવિધિ આજે કરી શકો છો.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલના લાડવા ચઢાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-7

શેરબજારમાં જૂનું રોકાણ લાભ આપી શકે છે. નવું રોકાણ કરવા માંગો છો તો સીમેન્ટ ક્ષેત્રમાં કરી શકો છો.

શું કરવુંઃ- રૂદ્રાક્ષના છોડમાં જશ ચઢાવો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-8

ફેશન ડિઝાઇનિંગ સાથે જોડાયેલાં લોકો અને સુગંધિત પદાર્થોના વેપારીઓને સારો અવસર મળી શકે છે. જે આજે તમારું છે, તે કાલે પણ તમારું જ રહેશે. એટલે ધનનો બિનજરૂરી ખર્ચ ન કરો.

શું કરવુંઃ- ભૈરવ બાબને કચોરી-સમોસા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9

ટ્રાન્સપોર્ટના કારોબારીઓને લાભ થઇ શકે છે. બૂટ, રબ્બરનું કામ કરનાર લોકો અને ટાયરના વેપારીઓને મોટો ઓર્ડર મળી શકે છે.

શું કરવુંઃ- મંદિર નિર્માણમાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ