મંગળવાર, 29 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા માટે સારી બની રહી છે. અંગત અને પારિવારિક ગતિવિધિઓ ઉપર તમારું વધારે ધ્યાન રહેશે. સંતાનની શિક્ષા અને કરિયર સાથે જોડાયેલાં મહત્ત્વપૂર્ણ કાર્ય પણ આજે પૂર્ણ થશે.
શું કરવુંઃ- ગુરુજન કે વડીલો લોકોના આશીર્વાદ લો
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- આજે કોઈ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પૂર્ણ થઈ શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ વધશે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે અને સંબંધો ગાઢ બનશે.
શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો
શુભ રંગઃ- કાળો
શુભ અંકઃ- 4
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- આજના દિવસની શરૂઆતમાં જ પોતાના મહત્ત્વપૂર્ણ કામની રૂપરેખા બનાવી લો. પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. પોતાના સંપર્કો અને મિત્રો સાથે મુલાકાત ફાયદાકારક રહેશે. વાતાવરણના કારણે થોડી સુસ્તી પણ રહી શકે છે.
શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- જો કોઈ સંપત્તિની ખરીદદારીની યોજના અંગે નિર્ણય લેવા ઇચ્છો છો તો સમય અનુકૂળ છે. પારિવારિક સુખ-સુવિધાઓ માટે સામગ્રી એકઠી કરવામાં સમય પસાર થઈ શકે છે. સંતુલિત આહાર અને દિનચર્યા જાળવી રાખો.
શું કરવુંઃ- લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવવો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 9
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- આજે અચાનક કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા માટે લાભકારી રહેશે. પરિવાર નિયોજન સાથે જોડાયેલી કોઈ યોજના બની શકે છે. કોઈ નજીકના મિત્ર સાથે થોડો મનમુટાવ થવાની શક્યતા છે.
શું કરવુંઃ- માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 8
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- થોડાં સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થશે. તમારા સંપર્ક સૂત્રોને મજબૂત કરવા અંગે ધ્યાન આપો. જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા વિચાર અને આત્મવિશ્વાસને મજબૂત કરશે.
શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 5
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- મિત્રો અને સંબંધીઓના સંપર્કમાં રહો, તમને નવા અનુભવ મળશે. કોઈ મોટા વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ પણ તમારા માટે મદદગાર સાબિત થશે. સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઇ જશે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું
શુભ રંગઃ- સોનેરી
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- કોઈ મિત્રને ઉધાર આપેલું ધન તમને પાછું મળી શકે છે, એટલે કોશિશ કરતાં રહો. ભાઈ-બહેનો સાથે સંબંધ મધુર રહેશે. દિવસનો થોડો સમય ધાર્મિક કે આધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરવાથી તમને અદભૂત શાંતિ મળશે.
શું કરવુંઃ- કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન આપો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- પરિવારમાં થોડાં સમયથી ચાલી રહેલી ગેરસમજ આજે તમારા સંયમથી દૂર થઈ જશે. જેથી પારિવારિક વાતાવરણ સામાન્ય થઈ જશે. સાથે જ ઘરનું સમારકામ પણ શરૂ થવાની આશા છે.
શું કરવુંઃ- તુલસીજીને નિયમિત જળ અર્પણ કરો અને દીવો પ્રગટાવવો
શુભ રંગઃ- જાંબુડિયો
શુભ અંકઃ- 1
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.