અંક ભવિષ્ય:સોમવારનો ભાગ્યશાળી અંક 9 રહેશે, આ અંકની અંક 2-7 સાથે વિરોધી યુતિ રહી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ/મિત્ર યુતિ. અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

સ્ત્રી અંક ધરાવતાં અધિકારીઓ માટે ઓફિસમાં પ્રતિકૂળતા રહેશે. સમાજ કલ્યાણ ક્ષેત્રમાં કાર્યરત ગેર સરકારી સંગઠનો માટે કાર્ય સંબંધી બાધા આવી શકે છે.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલના તેલમાં દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

પાર્ટનરશિપમાં ચાલી રહેલા વ્યવસાયને સંભાળો. મહિલા વકીલ માટે શોકિંગ સમય રહેશે. પારિવારિક વિવાદમાં હાનિ થઇ શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધની મીઠાઈ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

યાત્રા ટાળવી. દૂરના સંબંધીઓ પાસેથી સારી સૂચના મળવાના યોગ છે. સુસ્તી રહેશે.

શું કરવુંઃ- વાનરને ગોળ આપો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

નવી જગ્યાએ નોકરી માટે આવેદન કરવા માંગો છો તો કરી દો. નોકરી માટે નવી જગ્યા શોધી રહ્યા છો તો સારું રહેશે.

શું કરવુંઃ- લોટનો હલવો ખાવો અને દાન કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

વેપારમાં જોખમ લેવાથી બચવું. નવું રોકાણ કરવું નહીં, જૂના રોકાણને યોગ્ય રીતે સંભાળો. તમારી આસપાસની ગતિવિધિઓને તમારા સંદર્ભમાં ધ્યાનથી વિશ્લેષણ કરો.

શું કરવુંઃ- આદિત્યહ્રદસ્ત્રોતનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

મહિલા પોલીસ અધિકારીઓને વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી મામલે ખર્ચ કરી શકો છો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળના હલવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોઇ ખાસ નજીકના સંબંધને લઇને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરી શકો છો. તમારા જ લોકો વિશ્વાસઘાતનો શિકાર બની શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીની ગદા ઉપર સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ઇન્ટરવ્યૂ આપ્યાં વિના ડાયરેક્ટ નોકરી માટે આવેદન કવા માંગો છો તો કરી લો. આજે ગભરામણ રહેશે.

શું કરવુંઃ- જળમાં જવ રાખીને પીપળામાં ચઢાવો અને દેસી ઘીનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગઠબંધન સરકારમાં સંતુલન ખરાબ થઇ શકે છે. મહિલાના નામથી કરેલું કામ ખોટમાં જઇ શકે છે. પાચન સંબંધી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગુલાબના ફૂલ ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ