29 જૂનનું અંક ભવિષ્ય / સોમવારે અંક 9ના જાતકોએ સાવધાન રહેવું, કોઇ સાથે વાદ-વિવાદ કરશો નહીં

Daily Numerology predictions of 29 June 2020, DR kumar Ganesh
X
Daily Numerology predictions of 29 June 2020, DR kumar Ganesh

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 12:30 AM IST

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 2        ભાગ્ય અંકઃ- 3       દિવસનો અંકઃ- 2, 7       મહિનાનો અંકઃ- 6       ચિલત અંકઃ- 2, 7  

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ અને પરસ્પર વિરોધી યુતિ અને અંક 3ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 6 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ.

અંકઃ-1
ઘરનું વાતાવરણ આનંદમયી રહેશે. નજીકના મિત્રોનો સહયોગ કરવો પડી શકે છે. કોઇ ખાસ સામાજિક જવાબદારી મળી શકે છે.

શું કરવુંઃ- ગુરુ સમાન વ્યક્તિના આશીર્વાદ લો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-2
હોટલના માલિકોને વધારે અનુકૂળતા રહેશે. એક્સપોર્ટ કરનાર લોકોને સારો લાભ થઇ શકે છે. વિદેશી કંપનીઓથી લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- શ્રીરામ-વંદનાનો પાઠ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3
પ્રોફેશનલ કરિયર ધરાવતી મહિલાઓને સારો અવસર મળી શકે છે. પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે એકઠા થવું પડી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-4
દુર્બળ પિતૃ અંક ધરાવતાં લોકોને ભાવનાત્મક ઝટકો લાગી શકે છે. અંગત જીવનમાં કોઇપણ આડુંઅવળું પગલું ઉઠાવશો નહીં

શું કરવુંઃ- ભીખ આપો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5
નજીકના લોકો સાથે વિશ્વાસઘાતનો ખતરો છે, આ મામલે જરૂરી સાવધાની જાળવો.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડાં ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6
પરિવારને તણાવથી બચાવો. ડિપ્રેશનથી બચવું. સંગીત સાંભળતી વખતે અવાજ સામાન્ય કરતાં વધારે ઊંચો રાખો.

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પાન ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7
મેડિકલ સાથે જોડાયેલાં લોકોને લાભ પ્રાપ્ત થશે. દૂરની યાત્રા થઇ શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવના નામનો જાપ કરો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8
મહિલાના નામથી કરેલો વેપાર વધારે અનુકૂળતા આપી શકે છે. કોઇ ગુપ્ત ઇચ્છા બહાર આવી શકે છે અથવા તેને પૂર્ણ કરવાનો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી

--------------

અંકઃ-9
પાર્ટનરશિપનું કામ સંભાળો. કોઇ સાથે આજે વિવાદ કરશો નહીં.

શું કરવુંઃ- રૂદ્રાષ્ટકનો પાઠ કરો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી