28 નવેમ્બરનું અંક ભવિષ્ય:રવિવારે અંક 7 માટે શુભ અંક 3 રહેશે, આ જાતકોએ આરાધ્ય દેવને ચઢાવેલ ચંદનથી કપાળ ઉપર તિલક કરવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ વિરોધી યુતિ. અંક 2ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 8ની સાથે પરસ્પર પ્રબળ મિત્ર યુતિ અને અંક 8ની અંક 2 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

જીવનસાથીનો વ્યવહાર દુઃખી કરી શકે છે. સામાજિક પ્રતિષ્ઠા પ્રભાવિત થઇ શકે છે. બિનજરૂરી ચિંતાઓનો ભાર લેવાથી બચવું.

શું કરવુંઃ- વૃદ્ધાક્ષમમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

આગળ વધીને અન્ય લોકોનું માર્ગદર્શન કરવાનો અવસર મળી શકે છે. સરકારી પક્ષ ચિંતા કરાવી શકે છે. પોતાના અધિકારીઓ સાથે તાલમેલને લઇને સમસ્યા આવી શકે છે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

નોકરીમાં વધારે દોડભાગ ન કરો. પ્રમોશન બાકી હોય તો તે અંગે ખાસ પ્રગતિ જોવા મળી રહી નથી. બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ સાવધાની જાળવવી.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ચંદનનું તિલક કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

મીડિયાના કર્મચારીઓ માટે ભાગદોડ વધારે રહી શકે છે. આજે તમને થાક વધારે લાગી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓના નામથી પશુઓ માટે જળની વ્યવસ્થા કરાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

કાર્યનો વિસ્તાર કરવા માટે સમય અનુકૂળ છે. બેંકિંગ ક્ષેત્રના અધિકારીઓ માટે પરીક્ષાનો સમય છે.

શું કરવુંઃ- બટુક ભૈરવને ફરસાણ અને મોટી બુંદીના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

કુંવારી મહિલાઓ માટે સમય સાવધાન રહેવાનો છે. પુરૂષ મિત્રો સાથે વિવાદમાં ઉતરવું નહીં.

શું કરવુંઃ- હનુમાનજીને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

નર્સિંગ કર્મચારીઓ માટે શુભ સમય રહેશે. તમારી યોજનાઓને વ્યવસ્થિત રૂપમાં શરૂ કરો.

શું કરવુંઃ- આરાધ્ય દેવને ચઢાવેલ ચંદનથી તમારા કપાળ ઉપર તિલક કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ફેક્ટ્રી માટે નવા મશીન લેવા ઇચ્છો છો તો સમય યોગ્ય છે. ન્યાયિક અધિકારીઓ માટે સમય ભાગદોડભર્યો સિદ્ધ થઇ શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડના વાસણમાં કાળા તલ બાંધીને ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

જેલ અધિકારીઓને નોકરીને લગતી ખાસ પરેશાની થઇ શકે છે. પુરૂષોએ પોતાની ઇચ્છાઓમાં સમજોતો કરવો પડી શકે છે.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરીને ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો