તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

28 જૂનનું અંક ભવિષ્ય:સપ્તાહની શરૂઆતનો ભાગ્ય અંક 3 રહેશે, અંક 3ના જાતકોએ શિવલિંગ ઉપર ચંદનનું તિલક કરવું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 2, 7 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 2, 7

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7ની અંક 1 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 6ની સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 6ની અંક 1 સાથે વિરોધી યુતિ તથા અંક 2-7 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

કોઇ અધિકરી પદ માટે આવેદન કરનારી મહિલાઓને આજે દિવસનો લાભ ઉઠાવવો. આજે કોઇ અનુકૂળ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- વૃદ્ધાશ્રમમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કામ કરવાની જગ્યા બદલવી પડી શકે છે. પોતાનો સ્ટાફ વધારવા માંગો છો તો વધારી શકો છો. ટ્રાન્સફર ઇચ્છો છો તો આ દિશામાં આગળ વધી શકો છો.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

જો ટ્રાન્સફર થઇ ગયું હોય તો આજે જોઇનિંગ ન કરો. પગની નસમાં દુખાવાથી પરેશાની થઇ શકે છે. એટલે પોતાના આવેદ ઉપર નિયંત્રણ રાખો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ચંદનનું તિલક કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

આઉટડોર રમતના ખેલાડીઓને ઉલ્લેખનીય સફળતા મળી શકે છે. આ રમતના અધિકારીઓને મોટો અવસર મળી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓના નામે પશુઓ માટે જળની વ્યવસ્થા કરાવો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મનની કોઇ ઊંડી ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. તમારી આળસ ઉપર કાબૂ રાખો.

શું કરવુંઃ- બટુક ભૈરવને ફરસાણ અને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

અભ્યાસ માટે વિદેશ જવાના ઇચ્છુક વિદ્યાર્થીઓએ આ દિશામાં આગળ વધવું જોઇએ, ઉલ્લેખનીય સફળતા મળી શકે છે

શું કરવુંઃ- હનુમાનજીને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

લવ મેરેજ કરવા માંગો છો તો આજે આ દિશામાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન કરો. ભવિષ્યમાં પછતાવું પડી શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને ચઢેલાં ચંદનથી તમારા માથા ઉપર તિલક કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સિક્યૂરિટી એજન્સીને લગતાં લોકને વધારે ભાગદોડ કરવી પડી શકે છે. યાત્રાનો પ્લાન કેન્સલ થઇ શકે છે. અચાનક કોઇની મદદ માટે જવું પડી શકે છે.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડના વાસણમાં કાળા તલ રાખીને ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

સરકારી પક્ષ આજે વિપરીત રહી શકે છે. જો માથાનો દુખાવો થઇ રહ્યો હોય તો આજે તેનો તરત ઇલાજ કરાવો. પિતા સાથેના સંબંધો ઉપર ખાસ ધ્યાન આપો.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરીને ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો