28 જુલાઈનું અંક ભવિષ્ય:ગુરુવારનો દિવસ અંક 4ના જાતકો માટે શુભ રહેશે, પિતૃઓના નામે પશુઓ માટે જળની વ્યવસ્થા કરવી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 1 ભાગ્ય અંકઃ- 5 દિવસનો અંકઃ- 3 મહિનાનો અંકઃ- 7 ચિલત અંકઃ-1, 4

આજની વિશિષ્ટ યુતિ:- આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 7 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ. અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

પ્રશાસનિક સેવાના કર્મચારીઓને સારી તક મળી શકે છે. પીઠમાં દુખાવો પરેશાન કરી શકે છે. આ અંકના લોકો માટે સમય અનુકૂળ રહેશે.

શું કરવુંઃ- વૃદ્ધાશ્રમમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઈ ખાસ પારિવારિક આયોજનની યોજનામાં ફેરબદલ કરવો પડી શકે છે. ઓફિસ પરિસ્થિતિઓ અનુકૂળ રહેવાથી પ્રસન્નતા રહી શકે છે. માનસિક સ્થિતિ સારી રહી શકે છે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ફિલ્મ અને ટીવી જગતમાં જૂનિયર આર્ટિસ્ટ સપ્લાયર એજન્સીઓને વધારે અનુકૂળતા રહી શકે છે. શ્વાસને લગતી પરેશાની રહી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ચંદનનું તિલક કરો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

તમારી વિરૂદ્ધ કોઈ તપાસનો મામલો ચાલી રહ્યો છે તો રાહતના સમાચાર મળી શકે છે. કોઈને ઉધાર આપેલું ધન પાછું આવી શકે છે. વાસી ભોજન કરવાથી બચવું

શું કરવુંઃ- પિતૃઓના નામથી પશુઓ માટે જળની વ્યવસ્થા કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ફળોના વેપારીઓ માટે લાભકારી સ્થિતિ રહી શકે છે. તેલ અને કઠોળનો કારોબાર લાભ આપી શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવને ફરસાણ અને મોટી બુંદીના લાડવા ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

લાકડાના કારોબારીઓને સારો લાભ થઈ શકે છે. ભંગાર લેનાર લોકોને સારો લાભ થઈ શકે છે. બ્લડ શુગરની દવા નિયમિતતાથી લો.

શું કરવુંઃ- હનુમાનજીને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોઈ નજીકના સંબંધીને ત્યાં આયોજનમાં સામેલ થવા માટે દૂરની યાત્રા થઈ શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ કામ અંતર્ગત બેઠક થઈ શકે છે.

શું કરવુંઃ- આરાધ્ય દેવને ચઢેલાં ચંદનનું પોતાના માથે તિલક કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સરકારી પક્ષ વિરૂદ્ધ રહી શકે છે. અધિકારીઓ સાથે વિવાદમાં ઉતરશો નહીં. વધારે કામને પોતાના વ્યવહાર ઉપર હાવી થવા દેશો નહીં.

શું કરવુંઃ- શનિદેવને કાળા કપડામાં લોખંડના વાસણમાં કાળા તલ બાંધીને ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

કર વિભાગના અધિકારીઓને કરિયરમાં લાભ થઈ શકે છે. સંતાનના અભ્યાસને લગતી મહત્ત્વપૂર્ણ વાત થઈ શકે છે. આત્મબળ વધારે રહેશે.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરીને ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

અન્ય સમાચારો પણ છે...