27 નવેમ્બરનું અંક ભવિષ્ય:શનિવારે અંક 4ના જાતકોએ શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની વસ્તુ ચઢાવવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 7 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 7 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 3ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ. અંક 8ની અંક 2-7-9 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મસાલાઓના કારોબારીઓ માટે સમય વધારે અનુકૂળતાભર્યો સિદ્ધ થઇ શકે છે. ક્લાર્ક ગ્રેડના લોકોને સારો અવસર મળી શકે છે. પેટને લગતી સમસ્યાઓ દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- કન્નરોને રસદાર મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

સાહસ અને મૂર્ખતાનું અંતર સમજો અને ખોટો ખતરો ઉઠાવવાથી બચવું. મીડિયા હાઉસના માલિકોને વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- સરસ્વતી માતાના નામનો જાપ કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

મહિલા રાજનેતાઓ માટે સમય પરીક્ષા લેનાર સિદ્ધ થઇ શકે છે. પતિને લગતી પરેશાની ભોગવવી પડી શકે છે. આંખને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

દૂરની યાત્રા લાભ આપી શકે છે. કાર્ય વિસ્તારની યોજના અમલ હાલ ટાળી દો.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની વસ્તુ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ખાનદાની રાજનેતાઓને સમસ્યા થઇ શકે છે. સરકારી ઠેકેદારોએ પ્રતિકૂળતા ભોગવવી પડી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ધતૂરો ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

બ્લડ શુગરના દર્દીઓએ વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. એક સાથે અનેક કાર્યોને સંભાળવા ઉપર ધ્યાન આપો.

શું કરવુંઃ- ગૌશાળામાં ચારો નાખો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોર્ટના મામલે અનુકૂળતા રહેશે. જો તમારી અધિકારી મહિલા હોય તો તેમની સાથે તાલમેલને લઇને સાવધાન રહો.

શું કરવુંઃ- હનુમાનજીને નાડાછડીની માળા પહેરાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

સફળતાની ગાડી તમારી મનગમતી દિશામાં આગળ વધી શકે છે. મોટર બાઇક કંપનીઓને સારો લાભ મળી શકે છે. કમરનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર અને ધૂપબત્તી ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

આઈ.પી.એસ. અધિકારીઓને કરિયરમાં લાભ થઇ શકે છે. સંપત્તિને લગતો લાભ થઇ શકે છે. અંગત જીવનમાં ઝટકો લાવી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં સિંદૂર રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી