તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

27 જૂનનું અંક ભવિષ્ય:રવિવારે અંક 9ના જાતકોએ પાણીમાં સિંદૂર મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 2 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 2 દિવસનો અંકઃ- 1, 4 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 2, 7

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 2-7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 6ની અંક 1-4 સાથે વિરોધી યુતિ અને અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

પિતા કે મોટા ભાઈ સાથે પ્રોપર્ટીનું કામ કરી રહ્યા છો તો વધારે સાવધાન રહેવું પડશે. જમીનને લગતાં કોઇપણ કામ કરશો નહીં. લોહીને લગતી સ્વાસ્થ્ય ચિંતા થઇ શકે છે.

શું કરવુંઃ- કિન્નરોને રસદાર મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઇ મોટી જવાબદારી પૂર્ણ કરી શકો છો. પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. મનોબળ વધારે રહી શકે છે.

શું કરવુંઃ- સરસ્વતી માતાના નામનો જાપ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

સામાજિક પ્રતિષ્ઠા પ્રભાવિત થઇ શકે છે. વિવાદોથી દૂર રહો. ડિપ્રેશનથી બચવું.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

દરેક બાબત પક્ષમાં રહી શકે છે. મોટી કામના પૂર્ણ થઇ શકે છે. એડીમાં દુખાવો રહેશે.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની વસ્તુ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

જો વારસાગત સ્થળ અને પરિવારથી દૂર રહો છો તો વધારે અનુકૂળતા રહેશે. ફર્નીચરના વેપારીઓ માટે લાભની અવસ્થા રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ધતૂરો ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

સુગંધિત પદાર્થોના કારોબારીઓએ વધારે સાવધાની જાળવવી. ખર્ચ વધારે રહેશે. સ્વાસ્થ્ય ઢીલું રહી શકે છે.

શું કરવુંઃ- ગૌશાળામાં ચારો નાખો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

વિવાદોમાં પરાજય થઇ શકે છે. કોર્ટમાં કોઇ મામલો હોય તો પરિણામ વિપરિત જઇ શકે છે. બ્લડ પ્રેશરના શિકાર લોકોએ વધારે સાવધાની રાખવી.

શું કરવુંઃ- હનુમાનજીને નાળાછડીની માળા ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પરિવારનું વાતાવરણ ખરાબ થવાથી બચાવવુ. નજીકના સંબંધ ખરાબ થઇ શકે છે. કોઇ સાથે વિવાદમાં ઉતરશો નહીં.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર અને ધૂપબત્તી ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પોલીસ અધિકારીઓને ખાસ જવાબદારી મળી શકે છે. સીમેન્ટ કારોબારીઓને લાભ થઇ શકે છે.

શું કરવુંઃ- પાણીમાં સિંદૂર મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી