27 જુલાઈનું અંક ભવિષ્ય:બુધવારનો ભાગ્ય અંક 4 રહેશે, આ દિવસે અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ રહેશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ- 4 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 7 ચિલત અંકઃ-1, 4

આજની વિશિષ્ટ યુતિ:- અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 1-4ની અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9 સાથે પ્રબળ વિરોધી યુતિ. અંક 7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 9ની અંક 7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ઓટો મોબાઈલ પાર્ટ્સના વેપારીઓ માટે દિવસ લાભકારી સિદ્ધ થઈ શકે છે. મનોબળ વધારે રહેશે. બેન્ક્વેટ હોલ ભાડે આપનાર લોકોને લાભ થશે.

શું કરવુંઃ- કિન્નરોને રસદાર મીઠાઈ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

બાળ કલ્યાણ અને પુનર્વાસ માટે કામ કરનાર ગેર કાયદેસર એનજીઓને સારી તક મળી શકે છે. સાસરિયા પક્ષ સાથે અનુકૂળતા રહેશે. કોઈ ખાસ મુદ્દે સામાજિક નેતૃત્વ કરવું પડી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં ચોખા રાખીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

પ્રિન્ટ મીડિયાના સંપાદકોને સારી તક મળી શકે છે. ડી.જેમાં જોબ કરનાર લોકો સ્થાન બદલવા ઇચ્છે તો દિવસ યોગ્ય છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો.

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કોઈના પારિવારિક સંપત્તિને લગતા વિવાદમાં દખલ કરશો તો અનુકૂળ પરિણામ મળી શકે છે. સ્લિપ ડિસ્કને લગતી સમસ્યા અંગે ખાસ ધ્યાન આપો.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડામાં લોખંડની વસ્તુ ચઢાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

સરકારી પ્રોજેક્ટના બિલ્ડરોને વધારે અનુકૂળતા રહી શકે છે. વાસ્તુ નિષ્ણાતોને સારી તક મળી શકે છે. દાંતને લગતી સમસ્યા રહી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ધતૂરો ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

જો બેરિયાટ્રિક ઓપરેશનની રિકવરી કરી રહ્યા છો તો થોડીપણ બેદરકારી ન રાખશો. બજારમાં ધનને લગતી લેવડ-દેવડમાં સાવધાની જાળવો. ખાનપાનનું ખાસ ધ્યાન રાખો.

શું કરવુંઃ- ગૌશાળામાં ચારો નાખો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

દીકરીના સાસરિયા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી પડી શકે છે. કારોબારી યાત્રાને લઇને ઘરેથી બહાર રહેવું પડી શકે છે. કરોડરજ્જુને લઇને સાવધાન રહો.

શું કરવુંઃ- હનુમાનજીને નાળાછડી ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ફોજમાં નોકરી માટે ઇન્ટરવ્યુ કે ફિઝિકલ પરીક્ષા આપી રહ્યા છો તો પરિણામ પક્ષમાં રહી શકે છે. માલવાહક વાહનોના સપ્લાયરોને વધારે અનુકૂળતા રહી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને સિંદૂર અને ધૂપ ચઢાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પ્રદર્શન કળાના કલાકારોને ઉલ્લેખનીય સન્માન મળી શકે છે. કાર્યસ્થળે સહકર્મીઓને સારો સહયોગ મળી શકે છે. ઇચ્છાશક્તિ વધી શકે છે.

શું કરવુંઃ- પાણીમાં સિંદૂર રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો.

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી