તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

25 જૂનનું અંક ભવિષ્ય:અંક 4 માટે શુક્રવારનો દિવસ અનુકૂળ રહેશે, જાતકોએ પીપળામાં જળ ચઢાવવું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ- 2, 7

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ. અંક 6ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 9ની સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

મોટી જવાબદારી ધરાવતાં પોલીસ અધિકારીઓ માટે સમય સારો રહેશે. ઉતાવળમાં કોઇપણ કામ કે વાતની પ્રતિક્રિયા આપશો નહીં.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળ અને દૂર્વા ચઢાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો આજે તેના અંગે કોઇ ખાસ પગલાં ભરશો નહીં. પ્રતિષ્ઠા પ્રભાવિત થવાની સંભાવના છે. કમરની નીચેનો દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- બટુક ભૈરવને દૂધની મીઠાઈ ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

મલ્ટી લેવલ માર્કેટિંગનું કામ કરતાં લોકોને વધારે અનુકૂળતા રહેશે. કામની ગતિ ધીમી કે સુસ્ત રહી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ચઢાવો અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ટ્રાન્સફર માટે આવેદન આપેલું છે કે કોશિશ કરી રહેલાં જજને આ મામલે અનુકૂળતા રહેશે. આંખની તપાસ કરાવવી હોય તો આજે અનુકૂળ દિવસ છે.

શું કરવુંઃ- પીપળામાં જળ ચઢાવીને તેની માટી માથા ઉપર લગાવો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

મેડિકલમાં કરિયર માટે એડમિશનને લગતી ઉલ્લેખનીય સફળતા મળી શકે છે. ભાણી-ભાણ્યા સાથે સંબંધ સુખ આપી શકે છે.

શું કરવુંઃ- પિતાને વસ્ત્ર ભેટ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

રિસેપ્શનિસ્ટ અને સચિવનું કામ કરી રહેલી મહિલાઓ માટે સમય લાભકારી રહેશે. છેલ્લાં કેટલાંક સમયથી અટવાયેલાં કામ અંગે સારા સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ઇમરતી ચઢાવો

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

પરિવારના કોઇ મોટી ઉંમરના વ્યક્તિ સાથે કોઇ પરેશાની રહેશે. મહેનતની સરખામણીમાં સફળતા ઓછી મળવાથી નિરાશાનો ભાવ રહેશે.

શું કરવુંઃ- ગાયને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

આજે પણ ઓફિસનું કામ કરવું પડી શકે છે. આ સમયે નિરાશા રહી શકે છે. પિતૃ દોષ ધરાવતાં અધિકારીઓને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- ધર્મશાળામાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પાર્ટનરશિપમાં ઠેરેદારી કરી રહ્યા છો તો આજે સાવધાન રહો. પરિવાર સાથે વધારે સમય પસાર કરવા મળી શકે છે. સામાજિક આયોજનમાં ભાગ લઇ શકો છો.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ અને લોખંડની વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો