24 નવેમ્બરનું અંક ભવિષ્ય:ગુરુવારે અંક 2ના જાતકો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો સમય શુભ છે, આ લોકોએ આજે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 24 નવેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

ગણેશજી કહે છે કે- સમય સાથે કરેલાં કાર્યોનું ફળ પણ યોગ્ય હોય છે, એટલે પોતાના રસ્તામાં આવતી કોઈપણ સફળતાને પ્રાપ્ત કરવામાં મોડું ન કરો. તમારું વ્યક્તિત્વ અને પ્રભાવશાળી વાણી અન્ય લોકો ઉપર સારી છાપ છોડશે.

શું કરવુંઃ- યોગ પ્રાણાયમનો અભ્યાસ કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

ગણેશજી કહે છે કે- જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારું રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિના બળે કોઈપણ ખાસ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

શું કરવુંઃ- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ગણેશજી કહે છે કે- સામાજિક સ્તરે તમને નવી ઓળખ મળી શકે છે, એટલે પોતાના સંપર્કોની સીમા વધારો. કામનો ભાર વધારે રહેશે. અચાનક થોડાં ખર્ચ સામે આવી શકે છે. પરિસ્થિતિ ઉપર દબાણ કરવાની જગ્યાએ ધૈર્ય અને સંયમ સાથે તેનો સામનો કરો.

શું કરવુંઃ- પીળી વસ્તુનું દાન કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

ગણેશજી કહે છે કે- ગ્રહોની સ્થિતિ તમારા ભાગ્યને મજબૂત કરી શકે છે. સંતાનની કોઈપણ સફળતા સહજતા અને પ્રસન્નતા લાવશે. ઘરના રિનોવેશનને લગતી વસ્તુની ખરીદી પણ શક્ય છે.

શું કરવુંઃ- હનુમાનજીની પૂજા કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ગણેશજી કહે છે કે- તમારી સંતુલિત દિનચર્યાથી મોટાભાગના કામ સમયે પૂર્ણ થઈ શકે છે. જેથી મન શાંત રહેશે. કોઈ ધાર્મિક વ્યક્તિ સાથે મુલાકાત તમારા વિચારોમાં પોઝિટિવ ફેરફાર લાવશે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં.

શું કરવુંઃ- ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ગણેશજી કહે છે કે- છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી થોડી રાહત મળશે. તમે તમારા કાર્યો ઉપર યોગ્ય રીતે ધ્યાન આપશો. કોઈ અનુભવી અને વડીલ વ્યક્તિની સલાહ અને સહયોગ પણ તમારા માટે ફાયદો આપનાર રહેશે.

શું કરવુંઃ- ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

ગણેશજી કહે છે કે- ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં આજે સારો સમય પસાર થશે. તમે માનસિક રીતે પોઝિટિવ અનુભવ કરશો. જમીન સાથે જોડાયેલો કોઈ વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઇ જશે.

શું કરવુંઃ- શિવ ચાલીસાનો પાઠ કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

ગણેશજી કહે છે કે- પોતાના અહંકારનો ત્યાગ કરો અને ઘરમાં વડીલોના અનુભવો અને માર્ગદર્શનનું પાલન કરો. તમને સફળતા મળશે. તમને આવકનો કોઈ સ્ત્રોત પણ પ્રાપ્ત થઈ શકે છે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું

શુભ રંગઃ- જાંબુડિયો

શુભ અંકઃ- 2

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

ગણેશજી કહે છે કે- કામ વધારે હોવાથી પણ તમે તમારા રસ માટે સમય કાઢી શકશો, જેના કારણે તમને આત્મિક પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. અનુભવી વ્યક્તિઓની સલાહને બધા આગળ રાખો.

શું કરવુંઃ- કીડીને લોટ ખવડાવવો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

અન્ય સમાચારો પણ છે...