24 નવેમ્બરનું અંક ભવિષ્ય:મંગળવારે અંક 1ના જાતકોએ અહંકારથી બચવું, ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 6ની અંક 2 સાથે મિત્ર યુતિ, અંક 3 સાથે પ્રબળ વિરોધી/મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2 સાતે વિરોધી યુતિ અને અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

માનસિક અસ્થિરતાના શિકાર થઇને અહંકારના મામલે ખોટા નિર્ણય કરી શકો છો. મહત્ત્વપૂર્ણ કામ અંગે નજીકના મિત્રની મદદ લો.

શું કરવુંઃ- ૐ નમઃ શિવાયનો જાપ કરો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2

વીમા એજન્ટો માટે સાવધાન રહીને કામ કરવાનો દિવસ છે. કસ્ટમ અધિકારીઓને વધારે અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને ચમેલીના તેલનો દીવ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો.

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-3

જોબના મામલે પરિવર્તનના યોગ છે. પારિવારિક કામથી યાત્રા થઇ શકે છે. માનસિક સંતુષ્ટિ રહેશે.

શું કરવુંઃ- સૂર્ય મંત્રનો જાપ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-4

ટ્રાન્સપોર્ટ કારોબારીઓ માટે સમય પક્ષનો સિદ્ધ થઇ શકે છે. શ્વાસને લગતી સમસ્યા દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- લંગરમાં ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-5

મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે. તમારી ભવિષ્યની યોજના અંગે વિચાર કરી શકો છો.

શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડાં અને કાળો દોરો પહેરાવો.

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-6

પુત્રના અભ્યાસને લગતી ખાસ વાત થઇ શકે છે. લોન લેવા માંગો છો તો આગળ વધો.

શું કરવુંઃ- ગુરુ સમાન વ્યક્તિને ધનરાશિ ભેટ કરો.

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-7

ભૂતકાળમાં કરેલી યાત્રાનું પરિણામ પક્ષમાં આવી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા મળી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8

આઉટસોર્સિંગનું કામ કરી રહેલાં લોકોને સારો અવસર મળી શકે છે. એકાગ્ર થઇને નિર્ણય લેશો તો ભવિષ્યમાં લાભ થશે. બ્લડ શુગરના શિકાર લોકોએ આ મામલે સજાગ રહેવું.

શું કરવુંઃ- બળદને ગોળ-રોટલી આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9

નજીકના લોકોનો વ્યવહાર સહયોગપૂર્ણ રહી શકે છે. ભવન-સામગ્રીના ઠેકેદારો માટે સ્થિતિ પક્ષમાં રહેશે. આત્મવિશ્વાસ વધારે રહેશે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી