ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 6 મહિનાનો અંકઃ- 6 ચિલત અંકઃ-2, 7
આજની વિશિષ્ટ યુતિ:- અંક 2-7માં પરસ્પર વિરોધી યુતિ, અંક 6ની અંક 2-7 સાથે મિત્ર યુતિ અને અંક 9 સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 9ની અંક 2-7 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ઇન્ટરવ્યુ આપીને રાખેલાં બેરોજગારોને સારા સમાચાર મળી શકે છે. જો આજે કોઈ ટેન્ડર ભરવા માટેની છેલ્લી તારીખ હોય તો સાંજ સુધીમાં વિધિ પૂર્ણ કરી લો.
શું કરવુંઃ- ૐ નમઃ શિવાયનો જાપ કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
લક્ષ્ય પ્રત્યે દૃઢતા આવી શકે છે. ભવિષ્ય પ્રત્યે સાર્થક દૃષ્ટિકોણ રાખો પોતાની ખાસ યોજનાને પૂર્ણ રીતે ગુપ્ત રાખો. નજીકના પરિજનોનો વ્યવહાર અજીબ હોઈ શકે છે.
શું કરવુંઃ- હનુમાનજીને ચમેલીના તેલનો દીવ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
શુક્ર પ્રધાન રાજનેતાઓને વધારે અનુકૂળતા રહી શકે છે. ગાંઢનું કોઈ મોટું ઓપરેશન કરાવવું હોય તો કરાવી શકો છો. પુસ્કળ માત્રમાં ધન ખર્ચ કરવું પડી શકે છે.
શું કરવુંઃ- સૂર્ય મંત્રનો જાપ કરો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
અંગત સ્વરૂપમાં ફાયનાન્સનું કામ કરનાર લોકોને ઝટકો લાગી શકે છે. રૂપિયા અટકવાની સાથે-સાથે અંગત સંબંધ પણ પ્રભાવિત થઈ શકે છે.
શું કરવુંઃ- લંગરમાં ધનરાશિ ભેટ કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
આ અંગના લોકો માટે લાભનો માર્ગ ખુલી શકે છે. કોઈ નજીકના પરિજનના પારિવારિક આયોજનમાં ખાસ ભૂમિકા નિભાવી શકો છો.
શું કરવુંઃ- શનિદેવને કાળા સૂતરના કપડાં અને કાળો દોરો પહેરાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ખાંડની મીલના માલિકો માટે વધારે અનુકૂળતા રહી શકે છે. વિદેશ જવાની યોજનાને છેલ્લું સ્વરૂપ આપી શકો છો. દાંતનો દુખાવો રહી શકે છે.
શું કરવુંઃ- ગુરુ સમાન વ્યક્તિને ધનરાશિ ભેટ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
કાર્યાલયમાં માનસિક તણાવ રહી શકે છે. લાંબા સમયથી અટવાયેલું કામ પૂર્ણ થઇ જવાથી મન પ્રસન્ન રહેશે. સામાજિક વર્ચસ્વ વધશે.
શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેસી ઘીનો દીવો પ્રગટાવીને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ટાયર-ટ્યૂબ નિર્માતા કંપનીઓ કાર્ય વિસ્તાર કરી શકે છે. જોબ બદલવા ઇચ્છો છો તો હાલ રોકાઇ જાવ. વિવાદથી પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે.
શું કરવુંઃ- બળદને ગોળ-રોટલી આપો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
સડક માર્ગથી યાત્રા કરી રહ્યા છો તો ગાડી ધ્યાનથી ચલાવો. માર્બલ વેપારીઓ લાભમાં રહી શકે છે. માનસિક સ્થિતિ વિચલિત થઈ શકે છે.
શું કરવુંઃ- ભૈરવ બાબાને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.